નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સાતમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં સંસદના બજેટ રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે આજે વિકસિત ભારતનું બજેટ રજૂ કરવામાં આવશે. ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. નિર્મલા સીતારમણે કહ્યુ કે ભારતમાં મોંઘવારી દર કાબુમાં છે. સરકાર દરેકના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. લોકોએ મોદી સરકાર પર ભરોસો કર્યો છે. ખેતી ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવશે.
દૂરદર્શન પર જીવંત પ્રસારણ ક
કેન્દ્રીય બજેટ 2024 ભાષણની પ્રસ્તુતિ વિવિધ પ્લેટફોર્મ્સ પર ટેલિકાસ્ટ અને લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવી રહ્યું છે. બજેટનું સંસદ ટીવી અને દૂરદર્શન પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
સામાન્ય બજેટ 1લી ફેબ્રુઆરીને બદલે 23મી જુલાઈએ કેમ આવે છે?
સામાન્ય રીતે, ભારતમાં નાણાકીય વર્ષ માટે કેન્દ્રીય બજેટની તારીખ 1લી ફેબ્રુઆરી તરીકે નક્કી કરવામાં આવે છે. પરંતુ 2024માં લોકસભા ચૂંટણી અને નવી સરકારની રચનાને કારણે કેન્દ્રીય બજેટ 2024 પરંપરાગત 1 ફેબ્રુઆરીને બદલે 23 જુલાઈએ રજૂ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે, વચગાળાનું બજેટ સામાન્ય ચૂંટણી પહેલાંના વર્ષમાં રજૂ કરવામાં આવે છે, જ્યારે સંપૂર્ણ બજેટ નવી સરકારની રચના પછી રજૂ કરવામાં આવે છે.
આ વર્ષે, નવી સરકારને આગામી નાણાકીય વર્ષ માટે તેની નાણાકીય વ્યૂહરચના અને નીતિની પ્રાથમિકતાઓ નક્કી કરવાની તક આપવા માટે, બજેટને 23 જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવ્યું છે.
Also Read –