Underwater metro:કેવી હશે ભારતની પ્રથમ પાણી નીચે ચાલતી મેટ્રો? જાણો શું છે તેની ખાસિયત?
કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બુધવારે કોલકાતામાં ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે. (Inauguration of India’s first underwater metro) કોલકાતાની હુગલી નદી નીચે આ ટનલ હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચે એક કનેક્શન બિલ્ડ કરશે. તમને જણાવી દઈએ કે હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચેની ટનલની કુલ લંબાઈ 4.8 કિલોમીટર છે. 1.2 કિમીની ટનલ હુગલી નદીની નીચે 30 મીટર નીચે આવેલી છે, જે તેને ‘કોઈપણ મોટી નદી નીચે દેશની પ્રથમ પરિવહન ટનલ’ તરીકેની ઓળખ આપે છે.
આ સિવાય દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન તરીકે હાવડા મેટ્રો સ્ટેશન ઓળખાશે. આ ટનલ પૂર્વ-પશ્ચિમ મેટ્રો કોરિડોર પ્રોજેક્ટનો એક ભાગ છે જે સેક્ટર પાંચથી શરૂ થાય છે અને હાલમાં સિયાલદાહમાં સમાપ્ત થાય છે. ચાલો આ લેખમાં જાણીએ આ મેટ્રોની ખાસિયત…
READ MORE:
https://bombaysamachar.com/world-news/inauguration-of-indias-first-underwater-metro-in-kolkata/
કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (KMRCL) દ્વારા ચલાવવામાં આવેલ, 10.8 કિમીનો પટ ભૂગર્ભ છે, જ્યારે 5.75 કિમીનો પટ પુલો પર એલિવેટેડ છે. તેનો હેતુ ઐતિહાસિક શહેર કોલકાતામાં ટ્રાફિકની ભીડ ઘટાડવાનો છે, જેનો ઈતિહાસ 300 વર્ષ જૂનો છે અને વાહનોના પ્રદૂષણમાં ઘટાડો કરવામાં પણ યોગદાન આપે છે. હાવડા મેટ્રો સ્ટેશન, સેક્શનનો એક ભાગ, ભારતનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન હશે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, મેટ્રો હુગલી નદીની નીચે 520 મીટરનું અંતર 45 સેકન્ડમાં કાપવા માટે તૈયાર છે.
કોલકાતા મેટ્રોના હાવડા મેદાન-એસ્પ્લેનેડ વિભાગમાં હુગલી નદીની નીચે ભારતની પ્રથમ પરિવહન ટનલ છે. તે પૂર્વ-પશ્ચિમ મેટ્રોનો એક ભાગ છે, જે હુગલીના પશ્ચિમ કાંઠે હાવડાને પૂર્વ કિનારે સોલ્ટ લેક સિટી સાથે જોડતો 16.5 કિમી લાંબો પટ છે. ભારતમાં પાણીની નીચે ટ્રેન ચલાવવાનું આ પ્રથમ ઉદાહરણ છે.