ઓપરેશન સિંદૂરમાં મુરીદ એરબેઝની ભૂગર્ભ સુવિધાને પણ નિશાન બનાવી, તસવીરો જાહેર

નવી દિલ્હી : ભારતનું પ્રતિનિધિમંડળ ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર પાકિસ્તાનના વલણને ઉજાગર કરવા માટે વિશ્વના દેશોમાં પ્રવાસ કરી રહ્યું છે. ત્યારે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના મુરીદ એર બેઝ પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં એક શંકાસ્પદ ભૂગર્ભ સુવિધાને નિશાન બનાવવામાં આવી હતી. તેની હાઇ-રિઝોલ્યુશન સેટેલાઈટ તસવીરો સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવી છે.
મુરીદ એર બેઝને ભારે નુકસાન થયું
બુધવારે પ્રકાશિત થયેલી સેટેલાઇટ તસવીરોમાં પાકિસ્તાનના મુરીદ એર બેઝને ભારે નુકસાન થયું છે. જેમાં પાકિસ્તાન એરફોર્સની ભૂગર્ભ સુવિધાથી માત્ર 30 મીટર દૂર ત્રણ મીટર પહોળો ખાડો અને માનવરહિત હવાઈ વાહન હેંગરને અડીને આવેલા માળખાની છતને નુકસાનનો સમાવેશ થાય છે.
30 મીટર દૂર લગભગ 3 મીટર પહોળો ખાડો
મેક્સાર ટેક્નોલોજીસ દ્વારા લેવામાં આવેલી સેટેલાઇટ છબીઓ મુરીદ એર બેઝની અંદર એક ભારે કિલ્લેબંધીવાળા સબ-કોમ્પ્લેક્સના પ્રવેશદ્વારથી માત્ર 30 મીટર દૂર લગભગ 3 મીટર પહોળો ખાડો દર્શાવે છે. આ વિસ્તાર ડબલ ફેન્સીંગ, વોચટાવર અને કડક સુરક્ષા પ્રોટોકોલ દ્વારા સુરક્ષિત છે.
ઇન્ટેલ લેબના ભૂ-ગુપ્તચર સંશોધક ડેમિયન સિમોનના જણાવ્યા અનુસાર જ્યાં ખાડો બતાવવામાં આવ્યો છે તે સ્થળ ભૂગર્ભ માળખું હોવાનું માનવામાં આવે છે. તેથી એવી અટકળો છે કે ભારતનો ધ્યેય ઉંડા લક્ષ્યો પર હુમલો કરવાનો હતો. જે કદાચ કમાન્ડ અને કંટ્રોલ ફંક્શન્સ અથવા ડ્રોન ઓપરેશન્સ સાથે સંકળાયેલા હતા.
આપણ વાંચો: પાકિસ્તાની નેતા એ જ ખોલી પોલ, પાકિસ્તાનમાં મુહાજિર સમુદાયને મદદ કરવા પીએમ મોદીને કરી અપીલ…
નૂરખાન એરબેઝને પણ ભારે નુકસાન
સાયમોને કહ્યું કે એરબેઝની છત પર અસરના સ્પષ્ટ સંકેતો દેખાય છે. તેમજ આંતરિક નુકસાનના સંકેતો પણ છે જે સીધા હુમલાનો સંકેત આપે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન અસરગ્રસ્ત નૂરખાન એરબેઝના મેક્સાર ચિત્રો શરૂઆતમાં અંદાજ કરતાં વધુ નુકસાન દર્શાવે છે. આ 6 સેટેલાઇટ છબીઓ દર્શાવે છે કે એક ઇમારત સંકુલ જેને ભાટનું પ્રાથમિક લક્ષ્ય માનવામાં આવતું હતું. તે તોડી પાડવામાં આવ્યું હતું. સિમોને કહ્યું 10 મેના રોજ પ્રાથમિક અવલોકનોમાં ખાસ ઉપયોગના સાધનોનો નાશ દેખાડવામાં આવ્યો હતો. પરંતુ નવી તસવીરો દર્શાવે છે કે નૂરખાન એરબેઝ નાશ પામ્યો છે.