નેશનલ

માત્ર દોઢ ઈંચ વરસાદથી વલસાડ શહેર પાણી પાણીઃ સ્થાનિકોમાં રોષ

વલસાડઃ એક તરફ આખું ગુજરાત ગરમીથી ત્રાહિમામ છે અને આકાશ સામે મીટ માંડીને બેઠું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં એકાદ અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. જોકે વલસાડમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. શહેરમાં ગઈકાલે મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. શહેરમા માત્ર એક જ કલાકમાં 1.38 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના એમ.જી. રોડ, ખત્રીવાડ, છીપવાડ, દાણી બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. નગરપાલિકા દ્વારા પ્રિમોનસૂન કામગીરી ન કરવાના કારણે થોડા જ વરસાદમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

વલસાડમાં ગત મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદના કારણે ગોરવાળા ગામે વીજ પોલ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થયો છે. વીજ પોલના વીજ વાયરો રસ્તા ઉપર પડતા ગામમાં જવાનો માર્ગ અવરજવર માટે બંધ કરાયો છે.
રાત્રિ દરમિયાન એમ.જી.રોડ તથા ખત્રીવાડમાં આવેલી કાપડની દુકાનોની આગળ પાણી ભરાતા વેપારીઓ દુકાનમાં મુકેલો સામાન બચાવવા પહોંચ્યા હતા.

જો ચોમાસાની શરૂઆતમાં જ આ હાલત છે, તો બાકીની સીઝનમાં શુ થશે તેવો લોકોમાં ડર ભરાયો છે. શહેરમાં પાણી ભરાવવાનું મુખ્ય કારણ નગર પાલિકા દ્વારા વરસાદી પાણીની નિકાલ અને ગટરો સાફ ન થઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે. દોઢ ઈંચ વરસાદમાં એટલું પાણી પણ ન પડે કે શહેર પાણી પાણી થઈ જાય. આ ઉપરાંત ગટરો ઉપર અને આસપાસ ગેરકાયદે બાંધકામ કર્યું હોવાના કારણે પાણીનો નિકાલ ન થવાના કારણે પાણી ભરાયાની સ્થિતિ બની છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત