દિલ્હી હિંસાઃ ઉમર ખાલિદ નવું વર્ષ જેલની બહાર ઉજવશે, વચગાળાના જામીન મળ્યા…

નવી દિલ્હીઃ દિલ્હી હિંસા સાથે જોડાયેલા મામલે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદને આજે કોર્ટે મોટી રાહત આપી હતી. દિલ્હી સ્થિત કડકડડૂમા કોર્ટે તેને સાત દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. કોર્ટે ઉમર ખાલિદને 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી વચગાળાના જામીન આપ્યા છે. ઉમર ખાલિદે તેના માસિયાઈ ભાઈ અને બહેનના લગ્નમાં સામેલ થવા 10 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા.
આ પણ વાંચો : Umar Khalid: ઉમર ખાલિદે નેરેટીવ્સ ફેલાવવા એક્ટર્સ, રાજકારણીઓ, પોર્ટલનો ઉપયોગ કર્યો હતો, દિલ્હી પોલીસનો આરોપ
ડિસેમ્બરની શરૂઆતમાં ઉમર ખાલિદ અને મીરન હૈદરે સમાનતા, કેસમાં વિલંબને આધાર બનાવીને જામીન માંગ્યા હતા. આ મામલે પોલીસે જવાબ રજૂ કરવા માટે સમયની માંગ કરી હતી.2020 દિલ્હી હિંસામાં 53 લોકોના મૃત્ય થયા હતા અને 700થી વધારે લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ ઉમર ખાલિદને 13 ડિસેમ્બર 2020ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે ચાર વર્ષથી જેલમાં બંધ છે.
ઉમર ખાલિદના વકીલે શું કહ્યું
7 ડિસેમ્બરે ઉમર ખાલિદની રેગ્યુલર જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન ઉમરના વકીલે હાઇકોર્ટમાં કહ્યું કે, તેની સામે હિંસા કે ફંડ એક્ત્ર કરવાનો આરોપ નથી. વકીલ ત્રિદીપ પેસે કહ્યું, ઉમર ખાલિદનું એક માત્ર કૃત્ય મહારાષ્ટ્રના અમરાવતીમાં આપેલું ભાષણ હતું. આ ભાષણમાં પણ ખાલિદ તરફથી હિંસા માટે આહ્વાન કરવામાં આવ્યું નહોતું.
આ પણ વાંચો : Rahul Gandhi એ આર્થિક મોરચે કેન્દ્ર સરકારને ઘેરી, કર્યા આ મોટા આક્ષેપ
ઉમર ખાલિદે સુપ્રીમ કોર્ટમાં પણ જામીન અરજી દાખલ કરી હતી પરંતુ કોર્ટે તેને નીચલી અદાલતમાં ન જવાની સલાહ આપી હતી. જે બાદ ઉમરે તેની અરજી પરત ખેંચી હતી. ખાલિદ પર વિવિધ કલમો અંતર્ગત કેસ નોંધાયેલા છે. દિલ્હી હિંસાના અન્ય એક આરોપી શરજીલ ઈમામને પણ જામીન મળ્યા નહોતા