યુક્રેન 1 ઓક્ટોબરથી ભારત પાસેથી નહીં ખરીદે ડીઝલ, જાણો શું છે કારણ | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

યુક્રેન 1 ઓક્ટોબરથી ભારત પાસેથી નહીં ખરીદે ડીઝલ, જાણો શું છે કારણ

કીવઃ હાલ અમેરિકા સહિત નાટો દેશ રશિયા પાસેથી ડીઝસ ખરીદવા અંગે ભારત સાથે વાત કરી રહ્યા છે. મિડલ ઈસ્ટની તુલનાએ રશિયા પાસેથી ડીઝલ સસ્તું પડે છે. બંને જગ્યાએ કિંમતમાં મોટું અંતર છે. રશિયા પાસેથી ઓઇલ ખરીદવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. આ દરમિયાન યુક્રેન હવે ભારતથી આવતા ડીઝલ પર રોક લગાવવાનું વિચારી રહ્યું છે. યુક્રેનની એક એનર્જી કન્સલટેંસી એનકોરએ 1 ઓક્ટોબર, 2025થી યુક્રેન ભારત પાસેથી ખરીદવામાં આવતા ડીઝલ પર પ્રતિબંધ લગાવશે.

ભારતથી આવતી તમામ ડીઝલ ખેપની તપાસનો આદેશ

અહેવાલ મુજબ, એનકોરનું કહેવું છે કે ભારત રશિયા પાસેથી મોટી માત્રમાં ક્રૂડ ઓઇલ ખરીદે છે. તેથી યુક્રેને આ પગલું ભરવું પડી રહ્યું છે. રશિયા ડ્રોન અને મિસાઇલથી યુક્રેનની ઓઇલ રિફાઇનરીઓને નિશાન બનાવી રહ્યું છે. કંપની મુજબ, યુક્રેનની સુરક્ષા એજન્સીઓએ ભારતથી આવતી તમામ ડીઝલ ખેપની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

આ ઉપરાંત અન્ય એક કન્સલટેંસી એ-95એ જણાવ્યું હતું કે, આ વર્ષે ગર્મીના મહિનામાં યુક્રેનની એક મોટી ઓઇલ રિફાઇનરી ખરાબ થઈ ગઈ હતી. આ કારણે વેપારીઓને ભારતથી ડીઝલ ખરીદીને તેની ભરપાઇ કરવી પડી હતી. સોવિયેતના જૂના માપદંડ પર ખરા ઉતરી શકાય તે માટે યુક્રેનના રક્ષા મંત્રાલયે પણ ભારત પાસેથી થોડું ડીઝલ ખરીદ્યું હતું.

યુક્રેને ભારત પાસેથી કેટલું ડીઝલ ખરીદ્યું હતું

એનકોર મુજબ, યુક્રેને ઓગસ્ટ 2025માં ભારત પાસેથી 1,19,000 ટન ડીઝલ ખરીદ્યું હતું. જે તેની કુલ ડીઝલ આયાતનો 18 ટકા છે. વર્ષ 2022માં શરૂ થયેલા યુદ્ધ પહેલા યુક્રેન તેની ઘરેલુ માંગ પૂરી કરવા માટે બેલારુસ અને રશિયા પાસેથી ડીઝલ ખરીદતું હતું. એ-95 કન્સલટેંસીના કહેવા મુજબ, પ્રથમ છ માસિકમાં ડીઝલની આયત ગત વર્ષની તુલનામાં 13 ટકા ઘટીને 2.74 મિલિયન મેટ્રિક ટન થઈ છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button