ઇન્ટરનેશનલનેશનલ

મોદી-પુતિનની મુલાકાત અંગે યુક્રેન રોષે ભરાયું, ઝેલેન્સકીએ કહ્યું સૌથી મોટા ખૂની…

કિવ: ભારતના વડા પ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રશિયાના પ્રવાસે છે, તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકત (Modi-Putin meeting) કરી. વડા પ્રધાને ભારત-રશિયા મિત્રતાના વખાણ પણ કર્યા. ત્યારે રશિયના આક્રમણનો સામનો કરી રહેલા યુક્રેને નારાજગી (Ukrein expressed disappointment) વ્યક્ત કરી છે. યુક્રેને વડા પ્રધાન મોદીની આ મુલાકાતને નિરાશાજનક અને ચિંતાજનક ગણાવી હતી.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી(Volodymyr Zelensky)એ નિવેદન જાહેર કરી વડાપ્રધાન મોદીની મોસ્કો મુલાકાતની ટીકા કરી છે અને તેને શાંતિ પ્રયાસો માટે મોટો ફટકો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે વડા પ્રધાન મોદી પુતિન સાથે મુલાકાત કરી રહ્યા હતા ત્યારે રશિયન મિસાઈલો યુક્રેન પર હુમલો કરી રહી હતી. રશિયા કિવમાં બાળકોની હોસ્પિટલને નિશાન બનાવી રહ્યું હતું.

તેમણે કહ્યું કે મોદી સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ત્યારે બીજી તરફ સોમવારે સવારે રશિયાએ મિસાઇલો વડે યુક્રેનના શહેરો પર હુમલો કર્યો હતો. જેમાં 37 લોકો માર્યા ગયા અને 170 લોકો ઘાયલ થયા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું અને તેમની ટીકા કરી. ઝેલેન્સકીએ પુતિનને ખૂની પણ કહ્યા હતા.

ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતાને મોસ્કોમાં વિશ્વના સૌથી લોહિયાળ ગુનેગારને ગળે લગાડતા જોવા નિરાશાજનક છે. આ શાંતિના પ્રયાસો માટે પણ ફટકો છે.

આ પણ વાંચો : PM Modi’s Russia Visit: મોદી-પુતિન બેઠક અંગે અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી, કહ્યું ‘આ બાબતનું ધ્યાન રાખજો…’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા પહોંચ્યા હતા ત્યારે સમાચાર આવ્યા હતા કે રશિયાએ યુક્રેનના 5 શહેરો પર 40 થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો હતો, જેના કારણે યુક્રેનને ઘણું નુકસાન થયું હતું.

મંગળવારે મોસ્કોમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતી વખતે વડા પ્રધાન મોદીએ રશિયાના યુક્રેન પણ હુમલાનો ઉલ્લેખ કર્યો ન હતો, તેમણે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની પ્રશંસા કરી હતી. મોદીએ યેકાટેરિનબર્ગ અને કાઝાન શહેરોમાં “ટ્રાવેલ અને બિઝનેસની સુવિધા” માટે બે નવા કોન્સ્યુલેટ ખોલવાની પણ જાહેરાત કરી હતી.

યુક્રેન પર રશિયાના હુમલાને ભારતે ક્યારેય સમર્થન નથી આપ્યું, ભારતે હજુ સુધી યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા પણ નથી કરી. ભારતે હંમેશા વાતચીત દ્વારા મુદ્દાને ઉકેલવાની વાત કરી હતી.

ભારતે રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સહિત સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું સન્માન કરવાનું આહ્વાન કર્યું હતું. નવી દિલ્હીએ ભારપૂર્વક કહ્યું છે કે યુદ્ધના મેદાનમાં કોઈ ઉકેલ મળી શકે નહીં.

યુક્રેન પર રશિયન આક્રમણ બાદ પીએમ મોદીએ પુતિન અને ઝેલેન્સકી બંને સાથે ઘણી ટેલિફોનિક વાતચીત કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button