ટોપ ન્યૂઝનેશનલ

UGC-NET 2025: પરીક્ષાનું સમયપત્રક જાહેર, 25 થી 29 જૂન દરમિયાન યોજાશે…

નવી દિલ્હી: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા કોલેજોમાં પ્રોફેસર બનવા માટે લેવાનારી NETની એક્ઝામ માટેનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશિપ એવોર્ડ અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક, આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક અને Ph.D. માં પ્રવેશ તેમજ માત્ર Ph.D. માં પ્રવેશ માટે 85 વિષયોમાં કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે.

UGC-NET જૂન 2025 ની પરીક્ષા 25 જૂન, 2025 થી 29 જૂન, 2025 દરમિયાન યોજાશે. પરીક્ષા કેન્દ્રના શહેરની જાણ પરીક્ષા પહેલા 10 દિવસ અગાઉ NTA વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને નવીનતમ અપડેટ્સ માટે NTA વેબસાઇટની નિયમિત મુલાકાત લેવા પણ સલાહ આપવામાં આવી છે.

પ્રથમ દિવસે આ વિષયોની પરીક્ષા
પરીક્ષાની શરૂઆત 25 જૂનથી થશે અને આ બે શિફ્ટમાં એક્ઝામ લેવામાં આવશે. જેમાં શિક્ષણ, ઇલેક્ટ્રોનિક સાયન્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાપાનીઝ, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, કાયદો, મલયાલમ, માસ કોમ્યુનિકેશન ઍન્ડ જર્નાલિઝમ, નેપાળી, ઉર્દુ, લેબર વેલ્ફેર/પર્સનલ મેનેજમેન્ટ/ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ/લેબર ઍન્ડ સોશિયલ વેલ્ફેર/હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ક્રિમિનોલોજી, પર્ફોર્મિંગ આર્ટ-ડાન્સ/ડ્રામા/થિયેટર, ટ્રાઇબલ ઍન્ડ રિજનલ લેંગ્વેજ/લિટરેચર, ફોક લિટરેચર, કોંકણી, એન્વાયર્નમેન્ટલ સાયન્સિસ, સંસ્કૃત, વુમન સ્ટડીઝ, લાઇબ્રેરી ઍન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ઍન્ડ ફિલોસોફી જેવા વિષયોની પરીક્ષા લેવામાં આવશે.

26 જૂન, 2025 ના રોજ યોજાનારી પરીક્ષામાં અરબી સંસ્કૃતિ અને ઇસ્લામિક અભ્યાસ, રાજકીય વિજ્ઞાન, બંગાળી, તુલનાત્મક સાહિત્ય, ચાઇનીઝ, આસામી, કોમ્પ્યુટર સાયન્સ અને એપ્લિકેશન્સ, સંથાલી, પર્શિયન, પ્રૌઢ શિક્ષણ, રાજસ્થાની, ભારતીય સંસ્કૃતિ, રશિયન, બૌદ્ધ, જૈન, ગાંધીવાદી અને શાંતિ અભ્યાસ, સામાજિક કાર્ય, પુરાતત્વ, ગૃહ વિજ્ઞાન, સંગીત, વસ્તી અભ્યાસ અને ફોરેન્સિક સાયન્સ જેવા વિવિધ વિષયોનો સમાવેશ થાય છે.

27 જૂનના રોજ કયા વિષયની પરીક્ષા?
27 જૂન, ૨૦૨૫ ના રોજ યોજાનારી પરીક્ષામાં કોમર્સ, અંગ્રેજી, ડિફેન્સ ઍન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ, યોગ, લિંગ્વિસ્ટિક્સ, પોલિટિક્સ ઇન્ક્લુડિંગ ઇન્ટરનેશનલ રિલેશન્સ/ઇન્ટરનેશનલ સ્ટડીઝ ઇન્ક્લુડિંગ ડિફેન્સ/સ્ટ્રેટેજિક સ્ટડીઝ, વેસ્ટ એશિયન સ્ટડીઝ, સાઉથઇસ્ટ એશિયન સ્ટડીઝ, આફ્રિકન સ્ટડીઝ, સાઉથ એશિયન સ્ટડીઝ, સોવિયેત સ્ટડીઝ, અમેરિકન સ્ટડીઝ, એન્થ્રોપોલોજી, હ્યુમન રાઇટ્સ ઍન્ડ ડ્યુટીઝ, વિઝ્યુઅલ આર્ટ (જેમાં ડ્રોઇંગ ઍન્ડ પેઇન્ટિંગ/સ્કલ્પચર ગ્રાફિક્સ/અપ્લાઇડ આર્ટ/હિસ્ટરી ઑફ આર્ટનો સમાવેશ થાય છે), હિન્દુ સ્ટડીઝ, સોશિયલ મેડિસિન ઍન્ડ કમ્યુનિટી હેલ્થ, ડોગરી, ટુરિઝમ એડમિનિસ્ટ્રેશન ઍન્ડ મેનેજમેન્ટ, સ્પેનિશ, કમ્પેરેટિવ સ્ટડી ઑફ રિલીજન્સ અને કાશ્મીરી વિષયોનો સમાવેશ થાય છે.

ગુજરાતી વિષય માટેની પરીક્ષા ક્યારે?
28 જૂન, 2025ના રોજ યોજાનારી પરીક્ષામાં બોડો, સાયકોલોજી, હિસ્ટરી, મૈથિલી, ઉડિયા, અરબી, પાલી, ગુજરાતી, પ્રાકૃત, મેનેજમેન્ટ (જેમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટ/માર્કેટિંગ/માર્કેટિંગ મેનેજમેન્ટ/ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ ઍન્ડ પર્સનલ મેનેજમેન્ટ/પર્સનલ મેનેજમેન્ટ/ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ/કો-ઓપરેટિવ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે), તેલુગુ, ફિઝિકલ એજ્યુકેશન, સંસ્કૃત પરંપરાગત વિષયો (જેમાં જ્યોતિષ/સિદ્ધાંત જ્યોતિષ/નવ્ય વ્યાકરણ/વ્યાકરણ/મીમાંસા/નવ્ય ન્યાય/સાંખ્ય યોગ/તુલનાત્મક દર્શન/શુક્લ યજુર્વેદ/માધવ વેદાંત/ધર્મશાસ્ત્ર/સાહિત્ય/પુરાણોતિહાસ/આગમનો સમાવેશ થાય છે), આયુર્વેદ, બાયોલોજી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષયોનો સમાવેશ થાય છે.

29 જૂન, 2025ના રોજ યોજાનારી પરીક્ષા
29 જૂન, 2025ના રોજ યોજાનારી પરીક્ષામાં ફ્રેન્ચ, ભૂગોળ, જર્મન, મરાઠી, હિન્દી, પંજાબી, કન્નડ, તમિલ, મણિપુરી, ઇકોનોમિક્સ/રુરલ ઇકોનોમિક્સ/કો-ઓપરેશન/ડેમોગ્રાફી/ડેવલપમેન્ટ પ્લાનિંગ/ડેવલપમેન્ટ સ્ટડીઝ/ઇકોનોમેટ્રિક્સ/અપ્લાઇડ ઇકોનોમિક્સ/ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ/બિઝનેસ ઇકોનોમિક્સ, સિંધી, મ્યુઝિયોલોજી ઍન્ડ કન્ઝર્વેશન અને સોશિયોલોજી વિષયોનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button