ફ્રેન્ચ યુવતી પર બળાત્કાર: આવા બનાવોને લીધે ટુરિઝમને પડે છે ફટકો અને દેશની થાય છે બદનામી…

ઉદયપુર: ભારતમાં ટુરિઝમ ક્ષેત્રે રાજસ્થાનનું નામ મોખરે આવે છે. અહીં દેશ વિદેશના લોકો ફરવા માટે આવે છે. પરંતુ ઘણા એવા અસામાજીક તત્વોને કારણે રાજ્ય સહિત ભારતનું નામ પણ ટુરિઝમ ક્ષેત્રે ખરડાય છે. એવી જ એક ચોંકાવનારી ઘટના ઉદયપુર બની છે. 23 જૂન, 2025ના રોજ ફ્રાન્સની એક પર્યટક યુવતી સાથે બળાત્કારની ઘટનાએ ચકચાર મચાવ્યો છે. આરોપીએ યુવતીને પાર્ટીના બહાને ફસાવી અને પોતાના ઘરે લઈ જઈને સૃષ્ટી વિરુધનું કાર્ય કર્યુ હતું. ઘટના બડગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આરોપી હજુ ફરાર છે, અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
કેવી રીતે બની ઘટના?
સૂત્રોના હવાલે મળતી માહિતી પ્રમાણે આરોપી સિદ્ધાર્થ ટાઈગર હિલ પાસેના ‘ધ ગ્રીક ફોર્મ કેન્ફે એન્ડ રેસ્ટ્રો’માં પાર્ટી દરમિયાન ફ્રેન્ચ યુવતીને મળ્યો. તેણે બહાનું બનાવી યુવતીને સુખેર વિસ્તારમાં પોતાના ભાડાના મકાનમાં લઈ ગયો અને ત્યાં બળાત્કાર આચર્યો. યુવતીની ફરિયાદ પર FIR નોંધાઈ છે. યુવતીની હાલત સ્થિર છે, અને તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.
22 જૂન, 2025ના રોજ યુવતી દિલ્હીથી ઉદયપુર ફરવા આવી હતી અને અંબામાતા વિસ્તારની હોટેલમાં રોકાઈ હતી. 23 જૂનની સાંજે તે પાર્ટીમાં ગઈ, જ્યાં આરોપી તેના સંપર્ક આવ્યો. આરોપીએ સ્મોકિંગના બહાને અને ઉદયપુરના નજારા બતાવવાના લોભે તેને પોતાની સાથે લઈ ગયો. યુવતીએ ઘણી વખત હોટેલ પરત જવાનું કહ્યું, પરંતુ આરોપીએ ન માન્યું.
ઘટનાની વિગતો અને પોલીસ કાર્યવાહી
યુવતીએ જણાવ્યું કે તેનો મોબાઇલ ડિસ્ચાર્જ થઈ ગયો હતો. આરોપીએ તેને એપાર્ટમેન્ટમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધવાનો આગ્રહ કર્યો. યુવતીએ ના પાડતા આરોપીએ તેની સાથે જબરદસ્તી કરી. ઘટના બાદ યુવતીની તબિયત બગડી, જે બાદ આમ તેમ કરી પોતે હોસ્પિટલ પહોંચી. પોલીસે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ શરૂ કરી છે.