જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ, બે આતંકી હોવાની આશંકા

ઉધમપુર : જમ્મુ કાશ્મીરના ઉધમપુર જીલ્લામાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ શરુ થઈ છે. જેમાં સુરક્ષા દળોને મળેલી ગુપ્ત માહિતીના આધારે જૈશ-એ-મોહમ્મદ આતંકીઓને ઘેરી લીધા છે.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી નેટવર્કને તોડી પાડવા માટે સુરક્ષા દળોએ મોટા પાયે ઓપરેશન હાથ ધર્યું છે. સુરક્ષા દળોએ હાલમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરક્ષા દળના ઘેરામાં બે આતંકી ફસાયા હોવાની આશંકા છે.
આ અંગે મળતી માહિતી મુજબ, સોમવારે સાંજે ઉધમપુર જિલ્લાના મજલતા તાલુકાના સોન ગામના જંગલોમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરુ થઈ હતી. જમ્મુ રેન્જના પોલીસ મહાનિરીક્ષકએ સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતીય સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમ, એસઓજી આ ઓપરેશનમાં સામેલ છે.
T-95
— IGP Jammu (@igp_jammu) December 15, 2025
On a precise input from JKP, contact established with terrorists at Village Soan, Majalta Udhampur. Joint team of SOG along with Army and CRPF on job.@JmuKmrPolice
આપણ વાચો: જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર
સક્રિય આતંકવાદી ઝાહિદ હુસૈનની મિલકત જપ્ત કરી
આ ઉપરાંત પોલીસની રાજ્ય તપાસ એજન્સી (SIA)એ બુધવારે કોર્ટના આદેશ મુજબ ડોડા જિલ્લામાં પાકિસ્તાન સ્થિત હિઝબુલ મુજાહિદ્દીનના સક્રિય આતંકવાદી ઝાહિદ હુસૈનની મિલકત જપ્ત કરી હતી.
આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે ડોડાના મંગોટા ગામમાં સ્થિત હિઝબુલ આતંકવાદી ઝાહિદ હુસૈનની પૈતૃક જમીન ઓળખી કાઢવામાં આવી હતી. આ મિલકતની ભૌતિક ચકાસણી અને નિરીક્ષણ બાદ તેને જપ્ત કરવામાં આવી હતી.
આપણ વાચો: જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ
ઝાહિદ હુસૈન વર્ષ 2000માં ગેરકાયદે રીતે પાકિસ્તાનમાં પ્રવેશ્યો હતો
ઝાહિદ હુસૈન 2000 માં ગેરકાયદે રીતે પાકિસ્તાનમાં પ્રવેશ્યો હતો અને ત્યારથી તે પ્રતિબંધિત હિઝબુલ મુજાહિદ્દીન સંગઠનના સ્વ-ઘોષિત કમાન્ડર તરીકે સરહદ પારથી રાષ્ટ્ર વિરોધી અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે.
હુસૈન પર વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જમ્મુ અને કાશ્મીરના ઘણા યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો અને તેમને ઓવરગ્રાઉન્ડ વર્કર્સ તરીકે ભરતી કરવાનો આરોપ છે.
આતંકવાદી નેટવર્કને તોડી પાડવા સુરક્ષા એજન્સીઓ કાર્યરત
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી નેટવર્કને તોડી પાડવાના સુરક્ષા એજન્સીઓના સતત પ્રયાસોમાં આ એક વધુ મજબૂત પગલું છે. એસઆઈએ ના પ્રવક્તાએ પુષ્ટિ કરી હતી કે મેજિસ્ટ્રેટ અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં મિલકત જપ્ત કરવામાં આવી હતી.



