બેંગલુરમાં કન્નડ મુદ્દે બે મહિલા ઝગડી, તુ સિધ્ધરામૈયા કી ઔરત હૈ ?

બેંગલુરુ: ભાષા વિવાદની આગ દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેલા અગ્નિની જેમ સળગી રહી છે. આવો જ એક કિસ્સો કર્ણાટકના બેંગલુરુમાંથી સામે આવ્યો હતો. જેમાં બે મહિલાઓ હિન્દી અને કન્નડ ભાષાને લઈને આપસમાં ઝઘડી પડી. મામલો એટલો વધી ગયો કે આસપાસના લોકોને વચ્ચે પડવા માટે ઉતરવું પડ્યું. બેંગલુરુના નમ્મા મેટ્રો સ્ટેશન પર મહિલાઓ વચ્ચે થઈ રહેલી દલીલનો વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે.
મળતી વિગતો અનુસાર, બંને વચ્ચે ઝઘડાની શરૂઆત ત્યારે થાય છે કે જ્યારે એક મહિલાએ કન્નડ બોલવાની ના પાડી. એક તરફ જ્યાં મહિલા હિન્દી બોલવા પર અડગ રહી, જ્યારે બીજી મહિલા કન્નડ બોલતી રહી. વાયરલ વીડિયોમાં બંને મહિલાઓને એક ટિકિટ કાઉન્ટર પાસે ઊભા રહીને માથાકૂટ કરતા જોઈ શકાય છે.
વીડિયોમાં બુરખો પહેરેલી મહિલા કહે છે, “તું મુખ્ય પ્રધાન છે કે શું? તું મુખ્ય પ્રધાન છે કે શું? ચાલ નીકળ.” જ્યારે બીજી મહિલાને સતત ‘કન્નડ, કન્નડ’ કહેતા સાંભળી શકાય છે. આગળ હિન્દી બોલનારી મહિલાએ કહ્યું કે છે, “તું સિદ્ધારમૈયાની પત્ની છે કે શું?” આના પર બીજી મહિલા વધુ ગુસ્સે થઈ જાય છે અને બંને વચ્ચે ઊંચા અવાજે બહેસ થવા લાગે છે. જોકે, કેટલાક લોકો તેમની વચ્ચે વચ્ચે પડીને સમાધાન કરાવે છે અને બંનેને અલગ કરે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વીડિયો પર દોઢ લાખથી વધુ વ્યૂઝ અને લગભગ 3 હજાર લાઈક્સ આવી ચૂકી છે. તો વળી, સોશિયલ મીડિયા યુઝર્સ તેને નકામી લડાઈનું નામ આપી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ પ્રકારના ઝઘડાઓથી કોઈને કંઈ મેળવવાનું નથી.
આ પણ વાંચો…‘મરાઠી બોલો નહીં તો નીકળી જાઓ…’ ભાષા વિવાદ લોકલ ટ્રેનમાં પહોંચ્યો; મહિલાઓ ઝઘડી પડી