નેશનલ

BSF એકેડમીમાંથી બે મહિલા કોન્સ્ટેબલ રહસ્યમય રીતે ગુમ, ઉઠ્યા અનેક સવાલ

મધ્ય પ્રદેશના ગ્વાલિયરના ટેકનપુર સ્થિત બોર્ડર સિક્યોરિટી ફોર્સ એકેડમી(Gwalior BSF acdemy) ની બે મહિલા કોન્સ્ટેબલ છેલ્લા એક મહિનાથી ગુમ(Female constable missing) છે. આ બંનેને શોધવા માટે ઘણી રાજ્ય સ્તરીય અને કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે, છતાં બંનેને શોધી શકાય નથી. બંનેને છેલ્લે પશ્ચિમ બંગાળમાં ટ્રેસ કરવામાં આવી હતી, આથી એવી શંકા છે કે બંને ભાગીને બાંગ્લાદેશ પહોંચી ગઈ હોઈ શકે છે. ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSF યુનિટને એલર્ટ કરવામાં આવ્યું છે.

એક અખબારી અહેવાલ મુજબ ગુમ થયેલી મહિલા કોન્સ્ટેબલમાંથી એક આકાંક્ષા નિખાર મધ્ય પ્રદેશના જબલપુરની રહેવાસી છે, જ્યારે બીજી શહાના ખાતૂન પશ્ચિમ બંગાળની છે. બંને 2021 થી એકેડમીમાં હતી અને 6 જૂન 2024 ના રોજ અચાનક બંને ગાયબ થઈ ગઈ.

આ પણ વાંચો: ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFને મોટી સફળતા, દાણચોરીના 9.6 કિલો Gold સાથે સાત લોકોની ધરપકડ

સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(SIT) અને ઈન્ટેલિજન્સ હવે બંને મહિલા કોન્સ્ટેબલને પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશ બોર્ડર પર શોધી રહી છે. આ માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તપાસ મુજબ બંને ગ્વાલિયર રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં સાથે બેથી હતી, બંને ગ્વાલિયરથી દિલ્હી પહોંચી અને ત્યાંથી ATMમાંથી પૈસા ઉપાડ્યા. આ પછી બંને મુર્શિદાબાદ જવા રવાના થઇ હતી.

બંને મહિલા કોન્સ્ટેબલના ફોનનું લોકેશન દિલ્હીથી હાવડા થઈને બરામપુર, મુર્શિદાબાદ પહોંચી બંધ થઇ ગયું. એજન્સીઓ હજુ પણ ફોન રેકોર્ડ અને સીસીટીવીના આધારે લિંકને જોડવાનો પ્રયાસ કરી રહી છે અને ઘણા રાજ્યોમાં મુસાફરીને કારણે દરેક એંગલની તપાસ કરવામાં આવી રહી છે. એ પણ જોવામાં આવી રહ્યું છે કે બંને પશ્ચિમ બંગાળમાં શહાનાના પરિવારના સંપર્કમાં છે કે નહીં.

લાપતા કોન્સ્ટેબલ આકાંક્ષાની માતાએ જણાવ્યું છે કે 5 જૂને દીકરી ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી અને ખૂબ જ ડરી રહી હતી. તેમણે આરોપ લગાવ્યો કે તેણે 6 જૂને જ ગ્વાલિયરથી 100 કિલોમીટર દૂર સ્થાનિક બિલુઆ પોલીસ સ્ટેશનમાં તેની પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે તે સમયે કોઈ કાર્યવાહી કરી ન હતી.

પશ્ચિમ બંગાળમાં રહેતા શહાનાના પરિવારે આકાંક્ષાના પરિવારને કોઈ માહિતી આપી નથી, જેનાથી તેમના ગુમ થવાનું રહસ્ય વધુ ઘેરાયું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત