બે વોટર આઈડી કાર્ડ રાખવા એ ગુનો છે? જાણો નિયમો અને સજાની જોગવાઈ…

ભારતીય નાગરિકો પાસે વિવિધ પણ ભારતીય નાગરિક્તા પૂરવાર કરતાં દસ્તાવેજો હોવા જોઈએ. આ તમામ દસ્તાવેજોની વિવિધ કામો માટે જરૂર પડે છે અને એના વિના અનેક કામો અટકી પડે એમ છે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, રેશન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સનો સમાવેશ થાય છે. ભારતમાં વોટર આઈડી કાર્ડ ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ છે અને આ વોટર આઈડી કાર્ડને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. આ માહિતી જાણી લેવી તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. આવો જોઈએ શું છે આ માહિતી-
18 વર્ષ પૂરા થયા બાદ કોઈ પણ વ્યક્તિ વોટર આઈડી કાર્ડ માટે અરજી કરી શકે છે. આ કાર્ડ વિના વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર મળે છે. આ સિવાય વોટર આઈડી કાર્ડ એક મહત્વનું આઈડી પ્રૂફ પણ છે. પરંતુ આ વોટર આઈડી કાર્ડને લઈને કેટલાક નિયમો પણ છે, જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આજે આપણે અહીં આવા જ એક મહત્ત્વના નિયમ વિશે વાત કરીશું.
આ પણ વાંચો: ચૂંટણી પંચની મોટી સફળતા; ડુપ્લિકેટ વોટર આઈડી કાર્ડ નંબરની સમસ્યા ઉકેલવામાં આવી…
બે વોટર આઈડી કાર્ડ અપરાધ કે…
આપણે અહીં જે નિયમ વિશે વાત કરીશું એ છે બે વોટર આઈડી કાર્ડ સંબંધિત. જો કોઈ વ્યક્તિ પાસે કોઈ કારણસર બે વોટર આઈડી કાર્ડ છે કે પછી એ વ્યક્તિ વિચારી રહી છે કે બીજું વોટર આઈડી કાર્ડ બનાવી લે તો આવું કરવું કાયદેસર ગુનો ગણાય છે. ઘણા લોકોનું એવું માનું છે કે અલગ અલગ એડ્રેસ કે રાજ્યમાં વોટર આઈડી કાર્ડ હોવું કોઈ ગંભીર વાત નથી. પરંતુ હકીકતમાં એવું નથી. આ એક ગંભીર અપરાધ છે.
આ છે વિપરીત અસર
ભારતના ચૂંટણી પંચના નિયમ અનુસાર એક નાગરિકના નામે એક જ વોટર આઈડી કાર્ડ બનાવી શકાય. બે જગ્યાએ નામ હોવું કે બે કાર્ડ રાખવા એ છેતરપિંડી માનવામાં આવે છે, જે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા અને નિષ્પક્ષતાને પ્રભાવિક કરી શકે છે.
કાયદામાં શું છે જોગવાઈ
જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેના બીએનએસની ધારા 182 અને રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટની ધારા 17 અને 31 હેઠળ સજા ફટકારવામાં આવી શકે છે. આ સિવાય આવું કરનારને એક મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીની જેલ, દંડ કે બંને સજા થઈ શકે છે.
આ પણ વાંચો: મતદાન કરતા પહેલા આજે જ ડાઉનલોડ કરી લો વોટર આઈડી કાર્ડ
કેમ થાય છે આવું?
આપણામાંથી અનેક લોકોને એવું લાગે છે કે બે અલગ અલગ શહેરમાં રહેતા હોય અને તેઓ નવું વોટર આઈડી કાર્ડ બનાવી લે છે. પરંતુ આ સમયે તેઓ પોતાના જૂના કાર્ડને કેન્સલ નથી કરાવતા. પરંતુ ભવિષ્યમાં તેમની આ ભૂલ તેમને જ ભારે પડી શકે છે. જો તમે પણ ભૂલથી કે અજાણતામાં જ બે વોટર આઈડી કાર્ડ બનાવી લીધા છે તો તેમાંથી એક કાર્ડ કેન્સલ કરાવી લો.
આ રીતે કરાવો બીજું વોટર આઈડી કાર્ડ
જો તમારી પાસે પણ બે વોટર આઈડી કાર્ડ છે તો તમારે એક કાર્ડ કેન્સલ કરવા માટે ફોર્મ 7 ભરવું પડશે. આ ફોર્મ ભરતી વખતે તમારે જણાવવું પડશે કે તમે કયું કાર્ડ કેન્સલ કરાવવા માંગો છો અને કેમ. આ સાથે જ કેટલાક જરૂરી દસ્તાવેજો પણ તમારે આ સાથે જમા કરાવવા પડશે. એક વખત પ્રક્રિયા પૂરી થઈ જાય એટલે રેકોર્ડ અપડેટ થઈ જશે અને તમારું એક વોટર આઈડી કાર્ડ વેલિડ ગણાશે.
છે ને એકદમ કામની માહિતી? તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ આ માહિતી શેર કરીને જેમના જ્ઞાનમાં ચોક્કસ અભિવૃદ્ધિ કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…