જમ્મુ-કાશ્મીરમાં બે પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવ્યા, જાણવા મળ્યું ચોંકાવનારું કારણ
શ્રીનગર: કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં આજે વહેલી સવારે બે પોલીસકર્મીઓ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી (Two policemen found dead in Kashmir)ગયો છે. તેમના શરીર પર ગોળીઓના નિશાન જોવા મળ્યા હતા. લગભગ 6:30 વાગ્યે, જિલ્લા મુખ્યાલય સ્થિત કાલી માતા મંદિરની બહાર પોલીસ વાનની અંદરથી પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે શંકા છે કે કદાચ બંને પોલીસકર્મીઓએ એકબીજા પર ગોળીબાર કર્યો હતો, પરિણામે તેઓના મોત થયા હતા. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અધિકારીએ કહ્યું કે પ્રારંભિક તપાસ મુજબ બંને પોલીસકર્મીઓનું મોત એકબીજા પર ગોળીબારના કારણે થયું છે.
Also read: જમ્મુ-કાશ્મીરમાં કેટલા આતંકી છે સક્રિય? આ વર્ષે ઠાર કર્યાં 61
ઉધમપુરના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “આ ઘટના સવારે 6.30 વાગ્યાના અરસામાં બની હતી. મૃતક પોલીસ કર્મીઓ સોપોરથી તલવાડા ખાતેના ટ્રેનિંગ સેન્ટર તરફ જઈ રહ્યા હતા. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રાથમિક તપાસમાં એવું સાબિત થયું છે કે ઘટનામાં એકે-47 રાઈફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2 પોલીસ કર્મચારીઓના મોત થયા છે. ત્રીજો પોલીસકર્મી સલામત છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અને આગળની પ્રક્રિયાઓ માટે જીએમસી ઉધમપુર લઈ જવામાં આવશે