એક રાજાનું તો બીજું કોનું? સોનમ પાસેથી મળ્યા બે મંગલસૂત્ર, જાણો રાજાના ભાઈ વિપિને શું કહ્યું

શિલોંગ: ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસે દેશભરમાં સનસનાટી મચાવી છે. આ કેસમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, જે તપાસને વધુ જટિલ બનાવી રહ્યા છે. તાજેતરમાં, રાજાની પત્ની અને મુખ્ય આરોપી સોનમની પાસેથી બે મંગળસૂત્ર મળવાની વાતે નવા સવાલો ઉભા કર્યા છે. આ ઘટનાએ પોલીસ તપાસને નવી દિશા આપી છે.
વિપિનના આરોપો
પોલીસ તપાસમાં મુખ્ય આરોપી સોનમ પાસેથી ઘરેણા મળી આવ્યા હતા જેમાં બે મંગલસૂત્ર સાથે પાંચ જોડી સવેટીયા અને પાયલ પણ હતી. આરોપી પાસેથી મળેલા મોટા ભાગના દાગીના રઘુવંશી પરિવારે આપેલા હતા. જ્યારે એક મંગલસૂત્ર સવેટીયા અને પાયલ પરિવારે આપ્યું ન હતું. આ મામલે મૃતક રાજા ભાઈ વિપિને જણાવ્યું કે આ બાબતે પરિવારને કોઈ જાણ નથી. વિપિનનું કહેવું છે કે આ દાગીના કદાચ સોનમ પાસે પહેલેથી હતા અથવા કોઈએ તેને આપ્યા હશે. તેમણે પોલીસને લગ્નમાં આપેલા દાગીના રાણી હાર, નાનો હાર, ટીકો, ચૂડી, ચેન અને વીંટીની તસવીરો આપી છે, જે તપાસમાં મદદરૂપ થઈ શકે છે.
સોનમના ભાઈની ભૂમિકા
વિપિનએ સોનમના ભાઈ ગોવિંદ પર પણ આંગળી ચીંધી છે. શરૂઆતમાં ગોવિંદે રાજાના પરિવાર સાથે મળીને સોનમને સજા અપાવવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે તે સોનમને મળવાની અને વકીલ રાખવાની વાત કરે છે. વિપિનનું કહેવું છે કે ગોવિંદે પરિવારની ભાવનાઓ સાથે દગો કર્યો છે. આ કેસની તપાસ હજુ ચાલુ છે.
11 મેના રોજ રાજા રઘુવંશી અને સોનમના લગ્ન ઇન્દોરમાં થયા હતા. 21 મેના રોજ બંને હનીમૂન માટે ગુવાહાટી થઈ મેઘાલયના શિલોંગ પહોંચ્યા. 23 મેના રોજ બંને પૂર્વી ખાસી હિલ્સમાં ગાયબ થયા હતા. 2 જૂને રાજાનો વિકૃત શબ વેઇસાડોંગ ધોધ નજીક મળ્યો, જ્યારે સોનમે 9 જૂને ગાઝીપુરમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. સોનમની પાસેથી મળેલા બે મંગળસૂત્રમાંથી એક રાજાના પરિવારે આપેલું છે, પરંતુ બીજા મંગળસૂત્રનું રહસ્ય હજુ અકબંધ છે. ઉલ્લેખનીય છે કે, તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, રાજ અને સોનમ બંને એક બીજાને ભાઈ બહેન કહેતા હતા. જ્યારે પીઠ પાછળ અવૈધ સંબંધ બાંધ્યો હતો.
આ પણ વાંચો…રાજા રઘુવંશી હત્યા કેસ: સોનમના ગુમ થયેલા ઘરેણાંનું રહસ્ય અને સિલોમ જેમ્સની સંડોવણી