નેશનલ

ભારત અને પાકિસ્તાનના તનાવ વચ્ચે તુર્કીનું નેવલશીપ કરાચી પોર્ટ પહોંચ્યું!

નવી દિલ્હીઃ ભારત પાકિસ્તાન પર હુમલો કરીને પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લશે તેવો ડર પાકિસ્તાનીઓને સતાવી રહ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની એક મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાનના કરાચી પોર્ટ પર તુર્કી નૌકાદળનું યુદ્ધ જહાજ TCG બુયુકાડા પાકિસ્તાન પહોંચ્યું છે. આ સંદર્ભે પાકિસ્તાની નેવીએ સત્તાવાર જાહેરાત પણ કરી હતી. તુર્કીનું યુદ્ધ જહાજ પાકિસ્તાન આવ્યું હોવાથી અત્યારે અનેક પ્રકારના તર્ક વિતર્ક સર્જાઈ રહ્યાં છે.

આખરે તુર્કીનું યુદ્ધ જહાજ પાકિસ્તાન શા માટે આવ્યું છે?
અત્યારે પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે, શું પાકિસ્તાન યુદ્ધ માટે તૈયાર છે કે, પછી યુદ્ધ માટે તૈયારી કરી રહ્યું છે? આખરે તુર્કીનું યુદ્ધ જહાજ પાકિસ્તાન શા માટે પહોચ્યું છે? થોડા સમય પહેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવા દાવો પણ કરવામાં આવ્યો હતો કે, તુર્કી દ્વારા પાકિસ્તાનમાં શસ્ત્રો મોકલવામાં આવી રહ્યા છે. જોકે, તુર્કીએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે તેનું વિમાન ફક્ત રિફ્યુઅલિંગ માટે પાકિસ્તાનમાં રોકાયું હતું અને તેને શસ્ત્ર પુરવઠા કોઈ પણ મદદ પાકિસ્તાનને કરી નથી. પરંતુ અત્યારે ફરી તુર્કી પર સવાલો થઈ રહ્યાં છે.

શું TCG બુયુકાડા હજી કરાચી બંદર પર રહેશે?
પાકિસ્તાન નૌકાદળના ડિરેક્ટોરેટ જનરલ પબ્લિક રિલેશન્સ અનુસાર પ્રમાણે વાત કરવામાં આવે તો, કરાચી બંદર પર પહોંચતા જ પાકિસ્તાન નૌકાદળના અધિકારીઓ દ્વારા તુર્કી નૌકાદળના જહાજનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ સાથે એવું નિવેદન પણ સામે આવ્યું હતું કે, TCG બુયુકાડા થોડા દિવસો માટે કરાચી બંદર પર રહેશે. પાકિસ્તાન અને તુર્કીના સંબંધો વર્ષોથી સારા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ બન્ને દેશોએ સાથે મળીને અનેક વખત યુદ્ધાભ્યાસ પણ કર્યો હતો. પરંતુ અત્યારે તુર્કીએ પાકિસ્તાને સેન્ય મદદ કરી છે કે કેમ? તે બાબતે કોઈ સત્તાવાર માહિતી પ્રકાશમાં આવી નથી.

આપણ વાંચો : પહલગામ હુમલાનું ‘ષડયંત્ર’ પીઓકેમાં રચાયું, જોઈ લો ટ્રેનિંગ કેમ્પની તસવીરો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button