કાઠમંડુ-ઈસ્તંબુલ ફ્લાઈટનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ: 236 પ્રવાસીના જીવ અદ્ધર

કોલકાતાઃ તુર્કીયેની એક ફ્લાઈટનું કોલકાતા એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ફ્લાઈટ કાઠમંડુથી ઈસ્તંબુલ જઈ રહી હતી. સૂત્રોના જાણવ્યાં પ્રમાણે ફ્લાઈટના પાઇલટે કોલકાતા એટીસીને વિમાનના બંને એન્જિનમાં આગ લાગવાની સંભાવના હોવાની જાણ કરી હતી.
જેના કારણે કોલકાતા એરપોર્ટ પર ટર્કિશ એરલાઇન્સની ફ્લાઈટ 727નું બપોરે 2:49 ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં કુલ 236 મુસાફરો હોવાનું પણ જાણવા મળ્યું છે.
આપણ વાચો: એર ઈન્ડિયા ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ: આગની ચેતવણી મળતા 190 મુસાફરના જીવ તાળવે ચોંટ્યા, જાણો મામલો?
એન્જિનમાં સ્પાર્ક થતા પાઇલટે એટીસીને જાણ કરી
આ મામલે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય અરપોર્ટે વિગતો આપતા જણાવ્યું કે, આ વિમાન હજી પણ કોલકાત એરપોર્ટ પર છે. વિમાનનું અત્યારે પરીક્ષણ કરવામા આવી રહ્યું છે.
વિમાનમાં બંને અન્જિનમાં તણખા દેખાતા કોલકાતા એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાનનું કોલકાતા એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ થયા બાદ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
આપણ વાચો: ઈમરાન હાશમીની ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ અમદાવાદમાં ઉતરાણ વખતે સર્જાઈ હતી ટેક્નિકલ ખામી
એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું
ટર્કિશ એરલાઇન્સનું વિમાન 727 કાઠમંડુથી ઈસ્તંબુલ માટે રવાના થયું હતું. પરંતુ તેમાં કોલકાતાના આસમાનમાં બંને એન્જિનમાં તણખા દેખાયા હતા, જેથી સત્વરે કોલકાતા એટીસીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કોલકાતા એરપોર્ટની પરમિશન મળતા વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. 3.
અત્યારે કોલકાત એરપોર્ટ પર વિમાનની તપાસ થઈ રહી છે, તેમાં શું ખામી હતી તેને જાણીને વિમાનનું સમારકામ હાલમાં ચાલી રહ્યું છે. આ ફ્લાઈટના મુસાફરો અત્યારે વિમાનની રાહ જોઈને એરપોર્ટ પર બેઠા છે. આ ફ્લાઈટ ફરી કેટલા વાગે ટેકઓફ કરશે તેની એરપોર્ટ કે ટર્કિશ એરલાઈન્સ દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી.



