નેશનલ

લંડનથી સિંગાપોર જતી ફ્લાઈટમાં ટર્બ્યુલન્સના કારણે એક મુસાફરનું મોત, અનેક ઘાયલ

નવી દિલ્હી: લંડનથી સિંગાપુર જઈ રહેલી સિંગાપુર એરલાઈન્સની ફ્લાઈટમાં ગંભીર ક્ષતીના કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે, જ્યારે અનેક ઘાયલ થયા છે. સિંગાપુર એરલાઈન્સની ફ્લાઈટ SQ321 હીથ્રો એરપોર્ટથી સિંગાપુર જઈ રહેલી ફ્લાઈટને એર ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો.

એર ટર્બ્યુલન્સના કારણે ફ્લાઈટનું સ્થાનિક સમય પ્રમાણે બપોરે 3:45 વાગ્યે બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઇટમાં કુલ 211 મુસાફરો ઉપરાંત 18 ક્રૂ મેમ્બર સવાર હતા.

ફ્લાઇટ સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર સાંજે 6:10 વાગ્યે લેન્ડ થવાની હતી. સિંગાપોર એરલાઈન્સે મૃતક પેસેન્જરના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. વિમાનના લેન્ડિંગ બાદ તરત જ અનેક એમ્બ્યુલન્સ વાહનો એરપોર્ટ પર પહોંચી ગયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એર ટર્બ્યુલન્સ શબ્દનો વારંવાર એવીયેશન સેક્ટરમાં ઉપયોગ થાય છે. આ એક ભયાનક ઘટના છે જેને પ્લેનનો પાયલોટ પણ ટાળવા માંગે છે. મુસાફરો માટે આ ખૂબ જ ડરામણો અનુભવ છે. ટર્બ્યુલન્સ વાસ્તવમાં હવાના પ્રવાહમાં દબાણ અને ગતિમાં અચાનક ફેરફાર છે, જેના કારણે વિમાન હચમચી જાય છે.

પ્લેન હલનચલન કરતી વખતે ઉપર અને નીચે હિલોળા લે છે. ટર્બ્યુલન્સને કારણે, નાના ઝટકાથી મજબૂત અને લાંબા સમય સુધી આંચકા અનુભવી શકાય છે, જેના પરિણામો અત્યંત ભયાવહ બની શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ