ટ્રમ્પના 100 ટકા ટેરિફથી ભારતની ફાર્મા કંપનીઓને કોઈ અસર નહીં, જાણો કઈ રીતે? | મુંબઈ સમાચાર
નેશનલ

ટ્રમ્પના 100 ટકા ટેરિફથી ભારતની ફાર્મા કંપનીઓને કોઈ અસર નહીં, જાણો કઈ રીતે?

ભારતીય જેનેરિક દવાઓની નિકાસ પર ટેરિફ લાગુ નહીં થાય’: ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતો

નવી દિલ્હી: અમેરિકાએ 1 ઓક્ટોબરથી દવા નિકાસ પર 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. દરમિયાન, ભારતીય ફાર્મા ઉદ્યોગે કહ્યું હતું કે ભારત લાંબા સમયથી ફાર્મા કંપનીમાં અગ્રેસર રહ્યું છે. તેથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 100 ટકા ટેરિફની ભારત પર વધુ અસર થશે નહીં. તેઓ કહે છે કે ભારતે તેની ખર્ચ-અસરકારક રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

ટેરિફ બ્રાન્ડેડ અને પેટન્ટવાળી દવાઓ પર જ લાગુ પડે

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની આયાત પર લાદવામાં આવેલા 100 ટકા ટેરિફની ભારતીય નિકાસ પર કોઈ ખાસ અસર નહીં પડે. નિષ્ણાતોએ નોંધ્યું હતું કે અમેરિકા દ્વારા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની આયાત પર લાદવામાં આવેલ 100 ટકા ટેરિફ ફક્ત બ્રાન્ડેડ અને પેટન્ટવાળી દવાઓ પર જ લાગુ પડે છે. તે જેનેરિક દવાઓ પર લાગુ પડતું નથી અને જેનેરિક દવાઓ ભારતની અમેરિકામાં નિકાસનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે.

ટેરિફથી જેનેરિક દવા ઉત્પાદકો પર કોઈ અસર થશે નહીં

ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (આઈપીએ), જે 23 અગ્રણી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ફાર્મા, લ્યુપિન અને ઝાયડસ લાઇફસાયન્સિસનો સમાવેશ થાય છે. જેણે નોંધ્યું હતું કે ટ્રમ્પના તાજેતરના ટેરિફથી જેનેરિક દવા ઉત્પાદકો પર કોઈ અસર થશે નહીં.

બ્રાન્ડેડ-પેટન્ટ કરાયેલ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ પર 100 ટકા ટેરિફ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પરની તેમની પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે, “1 ઓક્ટોબર, 2025થી અમે કોઈ પણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ પર 100 ટકા ટેરિફ લાદીશું. જ્યાં સુધી કોઈ કંપની અમેરિકામાં તેમનો ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવી રહી હોય ત્યાં સીધી ટેક્સ લાગુ રહેશે.” રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે જે કંપનીના પ્લાન્ટનું નિર્માણ ચાલી રહ્યું હોય તો આ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર કોઈ ટેરિફ રહેશે નહીં.”

ફાર્મા કંપનીઓ મોટા ભાગે અમેરિકન બજારમાં જેનેરિક નિકાસ કરે છે

ટ્રમ્પના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા આઈપીએના સેક્રેટરી જનરલ સુદર્શન જૈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તે જેનેરિક દવાઓ પર લાગુ પડતું નથી.” ટ્રમ્પનું નિવેદન અમેરિકામાં પૂરા પાડવામાં આવતા પેટન્ટ અને બ્રાન્ડેડ ઉત્પાદનોનો ઉલ્લેખ કરે છે. ભારતીય ફાર્મા કંપનીઓ મોટા ભાગે અમેરિકન બજારમાં જેનેરિક નિકાસ કરે છે.

હાલમાં ભારત અમેરિકામાં વપરાતી 45 ટકાથી વધુ જેનેરિક અને 15 ટકા બાયોસિમિલર દવાઓને સપ્લાય કરે છે. અમેરિકા ભારતનું સૌથી મોટું ફાર્માસ્યુટિકલ નિકાસ બજાર છે. ફાર્મેક્સિલના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2024માં ભારતની 27.9 અબજ ડોલરની ફાર્માસ્યુટિકલ નિકાસમાંથી 31 ટકા અથવા 8.7 અબજ ડોલર (7,72,31 કરોડ રૂપિયા) અમેરિકાને કરવામાં આવી હતી.

ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસના 80 ટકાથી વધુ હિસ્સો ધરાવે

આઈપીએ સભ્યો ભારતની દવા અને ફાર્માસ્યુટિકલ નિકાસના 80 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે અને સ્થાનિક બજારના 64 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ફાર્મેક્સિલના ચેરમેન નમિત જોશીએ જણાવ્યું હતું કે, “ભારત લાંબા સમયથી સસ્તી, ઉચ્ચ-ગુણવત્તાવાળી દવાઓ માટે વૈશ્વિક સપ્લાય ચેઇનનો આધારસ્તંભ રહ્યું છે, જે અમેરિકાની ફાર્માસ્યુટિકલ જરૂરિયાતોનો લગભગ 47 ટકા હિસ્સો પૂરો પાડે છે.

આ પણ વાંચો…જાણો ટ્રમ્પના નવા ફાર્મા ફતવાની ભારત પર કેવી અસર થશે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button