નેશનલ

વડાપ્રધાન મોદી અર્થશાસ્ત્રીઓ સાથે કરીશે ખાસ બેઠક! કયા મુદ્દાઓ પર થશે ચર્ચા?

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે ટેરિફ વિવાદ ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ ટેરિફ વિવાદ અને જીએસટી સુધારા મુદ્દે અર્થશાસ્ત્રીઓ સાથે ખાસ બેઠક બોલાવી છે. આ મુદ્દે પીએમ મોદીએ મહત્વનો નિર્ણય પણ લીધો છે. આ બેઠકમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, આર્થિક સલાહકાર પરિષદના સભ્યો અને નીતિ આયોગના અધિકારીઓ પણ હાજર રહેવાના છે. જેમાં મહત્વની નિર્ણયો લેવામાં આવી શકે છે.

વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને યોજાશે આ બેઠક

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે આ બેઠક નવી દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ ખાતે યોજાવાની છે. જેમાં અર્થશાસ્ત્રીઓ પણ હાજર રહેવાના છે. મહત્વની વાત એ છે કે, ટ્રમ્પ દ્વારા ભારત પર જે ટેરિફ લાદવામાં આવ્યો છે તે બાદ પહેલી વખત પીએમ મોદી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરવા જઈ રહ્યાં છે. આ સાથે સાથે 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે જીએસટી સુધારા અંગે જે ચર્ચા કરી હતી તે મામલે પણ ચર્ચાઓ થવાની છે.

જીએસટીમાં સુધારો કરવાથી અર્થવ્યવસ્થાને કેવી અસર થશે?

ટેરિફ બાદ ભારતીય અર્થવ્યવસ્થાને કેવી રીતે સ્થિર રાખવી અને જીએસટીમાં સુધારા કરવાથી અર્થવ્યવસ્થાને કેવી અસર થશે તે અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકનો નિર્ણય પીએમ મોદી દ્વારા લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ રશિયા પાસેથી ઓઇલની ખરીદી બાબતે પણ ચર્ચા થઈ શકે છે. મૂળ વાત એ છે કે, આવી સ્થિતિમાં ભારતીય અર્થવ્યવસ્થાને સ્થિર અને વિકસતી રાખવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. આ બેઠક ખૂબ જ નિર્ણાય રહેવાની છે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button