!["Trump handing a special gift to Modi with a note saying 'Mr Prime Minister, you are great' at a public event."](/wp-content/uploads/2025/02/trump-special-gift-for-modi.webp)
વોશિંગ્ટન ડીસીઃ પીએમ મોદીએ (PM Modi USA Visit 2025) અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ (US President Donald Trump) સાથે મુલાકાત કરી હતી. બંને નેતાએ અનેક મુદ્દા પર ચર્ચા કરી હતી. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક ખાસ ગિફ્ટ આપી હતી. ટ્રમ્પે મોદીને ‘Our Journey Together’ પુસ્તક ભેટમાં આપ્યું હતું. જેમાં હાઉડી મોદી અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તસવીરો છે.
Also read: અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે…
શું છે આ બુકની વિશેષતા
‘Our Journey Together’ એક ફોટોગ્રાફ આધારિત પુસ્તક છે. તેને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં તેમણે વ્હાઇટ હાઉસમાં પસાર કરેલા પ્રથમ કાર્યકાળના ચાર વર્ષ દરમિયાનની ઉપલબ્ધિઓ, મહત્ત્વપૂર્ણ ઘટનાઓને દર્શાવે છે. પુસ્તકમાં 300થી વધારે તસવીરો સામેલ છે, જેની પસંદગી ખુદ ટ્રમ્પે કરી છે. ઘણી તસવીરોના કેપ્શન ટ્રમ્પે લખ્યા છે.
સરહદ પર દીવાલનું નિર્માણઃ દક્ષિણ સરહદ પર દીવાલના નિર્માણની પ્રક્રિયા અને તેની સંબંધિત ઘટનાઓ. ટેક્સમાં ઘટાડોઃ U.S. સિટિઝન્સ અને તેમની અસરકારકતા માટે ટેક્સમાં કરવામાં આવેલો ઘટાડો
ન્યાયિક નિમણૂકોઃ આશરે 300 ફેડરલ ન્યાયાધીશો અને 3 સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરવાની પ્રક્રિયા.
મિલિટરી રિકન્સ્ટ્રક્શનઃ યુ. એસ. સૈન્યને પુનઃનિર્માણ અને મજબૂત કરવાના પ્રયાસો.
સ્પેસ ફોર્સની સ્થાપનાઃ અવકાશમાં U.S. ના હિતોનું રક્ષણ કરવા માટે સ્પેસ ફોર્સની સ્થાપના કરવામાં આવી હતી.
વૈશ્વિક નેતાઓ સાથે વાટાઘાટોઃ કિમ જોંગ-ઉન, રાષ્ટ્રપતિ શી, રાષ્ટ્રપતિ પુતિન અને અન્ય વિશ્વ નેતાઓ સાથે યોજાઈ.
નમસ્તે ટ્રમ્પઃ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દોઢ લાખથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પુસ્તકમાં અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદી, ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન તાજમહેલની તસવીર પણ છે.