
મોસ્કો: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અફઘાનિસ્તાનમાં આવેલું બગરામ એર બેઝ ફરી કબજે કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમણે અફઘાનિસ્તાનની તાલીબાન સરકારને ધમકી આપી છે કે તેઓ બગરામ એર બેઝ યુએસને સોંપી દે નહીં તો ખરાબ પરિણામ આવશે. અફઘાનિસ્તાન સરકારે ટ્રમ્પની આ માંગ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. એવામાં ટ્રમ્પની મનમાની સામે ભારતે અફઘાનીસ્તાનને સમર્થન આપ્યું છે.
રશિયા, ચીન, પાકિસ્તાન, ઈરાન અને અન્ય ઘણા મધ્ય એશિયાઈ દેશોએ અગાઉથી અફઘાનિસ્તાનના બાગરામ એર બેઝ પર ફરીથી નિયંત્રણ મેળવવાના ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસનો વિરોધ કરી ચુક્યા છે, હવે યુએસ સાથે તણાવયુક્ત વેપાર સંબંધો છતાં ભારતે બાગરામ એર બેઝ મામલે અફઘાનિસ્તાનની તાલીબાન સરકારને સમર્થન આપ્યું છે.

આ કારણે યુએસનો વિરોધ:
“મોસ્કો ફોર્મેટ કન્સલ્ટેશન” ની 7મી બેઠક બાદ ભારત, ઈરાન, કઝાકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનને એક સંયુક્ત નિવેદન બહાર પડ્યું હતું. નિવેદનમાં અફઘાનિસ્તાન અને પડોશી દેશોમાં મિલિટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈનાત કરવાના અન્ય દેશોના પ્રયાસોને અસ્વીકાર્ય ગણાવવામાં આવ્યા. આ દેશોએ જણાવ્યું કે આવા પગલાને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાના જોખાઈ શકે છે.
મોસ્કોમાં યોજાયેલી આ બેઠકમાં ભારતના રાજદૂત વિનય કુમાર હાજર રહ્યા હતાં. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ આ બેઠકમાં ભાગ લીધો હતો. નોંધનીય છે કે મુત્તાકી ટૂંક સમયમાં ભારતની મુલાકાત અવાવવાના છે.
ટ્રમ્પને કેમ જોઈએ છે એર બેઝ:
ઓગસ્ટ 2021 માં જ્યારે યુએસએ અફઘાનિસ્તાનમાંથી સેના પાછી ખેંચી ત્યારે બગરામ એર બેઝ પણ ખાલી કરવામાં આવ્યું હતું, જેનો કબજો બાદમાં તાલીબાન સરકારે લઇ લીધો હતો. અફઘાનીસ્તાનમાં યુએસની સેના બે દાયકા સુધી રહી, આ દરમિયાન લશ્કરી કાર્યવાહી માટે બગરામ એર બેઝ મુખ્ય સ્થળ રહ્યું હતું. હવે ટ્રમ્પ મધ્ય એશિયામાં યુએસનો લશ્કરી પગપેસારો ઈચ્છે ત્યારે આ એર બેઝ પરત માંગી રહ્યા છે.