નેશનલ

ત્રિપુરા સરકારે સમગ્ર રાજ્યને કુદરતી આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો

અગરતલાઃ ત્રિપુરા સરકારે ભયંકર પૂર પછી સમગ્ર રાજ્યને કુદરતી આપત્તિગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. આપદામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને સંપત્તિઓને મોટા પાયે નુકસાન થયું હતું. આ જાણકારી એક અધિકારીએ ગુરૂવારે આપી હતી.

રાહત, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના સચિવ બિરજેશ પાંડે દ્વારા જારી એક મેમોરેન્ડમમાં જણાવાયું છે કે અત્યાર સુધીમાં ૩૧ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે બે ઘાયલ અને એક લાપતા છે. પ્રારંભિક અંદાજ અનુસાર તાજેતરમાં આવેલા પૂરના લીધે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા જેના લીધે માનવ જીવનની હાનિ અને જાહેર અને ખાનગી મિલકતોને નુકસાન થયું છે, મુખ્ય સચિવના વડપણ હેઠળની ત્રિપુરા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(ટીડીએમએ)ની રાજ્ય કાર્યકારી સમિતિ(એસઇસી)એ ૨૪ ઓગસ્ટની બેઠકમાં સમગ્ર રાજ્યને કુદરતી આપદા પ્રભાવિત વિસ્તાર તરીકે જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : ત્રિપુરામાં ભીષણ પુરની સ્થિતિ, 22લોકોના મોત, 65,000 થી વધુ વિસ્થાપિત

મહેસૂલ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે રાજ્ય સરકારની વિનંતી બાદ કેન્દ્રએ પૂરને કારણે થયેલા નુકસાનનું ઓન-સાઇટ આકલન કરવા માટે પાંચ સભ્યોની આંતર-મંત્રાલય ટીમ મોકલી છે. હાલમાં ૫૩,૩૫૬ લોકો ૩૬૯ રાહત શિબિરોમાં આશરો લઇ રહ્યા છે

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો