ટોપ ન્યૂઝનેશનલ

“અમારા ઘર સળગી રહ્યા હતા અને તંત્ર નિષ્ક્રિય રહ્યું” ત્રિપુરામાં લોકોએ પ્રધાનને સામે રોષ વ્યક્ત કર્યો

અગરતલા: ઉત્તર પૂર્વીય રાજ્ય ત્રિપુરા(Tripura)ના ધલાઈ જીલ્લાના ગંડત્વિજા હિંસા (Gandatwisa Violence) ફાટી નીકળી છે, જેને કારણે સમગ્ર રાજ્યમાં અજંપાભર્યો માહોલ છે. શુક્રવારે આદિવાસી યુવકની હત્યા બાદ,બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી, શુક્રવારે તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની હતી. એવામાં ત્રિપુરા રાજ્ય સરકારના પ્રધાન ટિંકુ રોયના નેતૃત્વમાં ચાર સભ્યોની ટીમે સોમવારે હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્ય સરકારના પ્રધાન ટિંકુ રોયની મુલાકાત દરમિયાન, હિંસાથી અસરગ્રસ્ત ગ્રામજનોએ કથિત રીતે ગંડત્વિજના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (SDM) ની ઓફિસમાં તોડફોડ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે 12 જુલાઈના રોજ ટોળાએ તેમના ઘરો પર હુમલો કર્યો ત્યારે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર નિષ્ક્રિય રહ્યું હતુ

| Also Read: Adani-Hindenburg row: અદાણી ગ્રુપને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, શું કહ્યું કોર્ટે જાણો?

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક વીડિયો ક્લિપમાં ગુસ્સે ભરાયેલો એક યુવક પ્રધાનને કહેતો જોવા મળી રહ્યો છે કે આગ લાગવાને કારણે આ વિસ્તારમાં 11 લગ્નો રદ કરવા પડ્યા છે. ત્રિપુરાના સમાજ કલ્યાણ પ્રધાન ટીંકુ રોયે નારાજ ગ્રામજનોને ખાતરી આપી હતી કે સરકાર તમામ અસરગ્રસ્ત પરિવારોને વળતર આપશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે પૂરતી સુરક્ષા પૂરી પાડશે.

ટીંકુ રોયે શું કહ્યું:

આ ટીમમાં ભાજપના રાજ્ય એકમના ઉપાધ્યક્ષ સુબલ ભૌમિક અને રેબતી ત્રિપુરા અને વિધાનસભ્ય રામપદા જમાતિયા સામેલ હતા. જ્યારે ગ્રામજનોના વિરોધ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પ્રધાને એવો દાવો કર્યો હતો કે આવી કોઈ ઘટના બની નથી. તેમણે કહ્યું, “જેમના ઘરોમાં આગ લાગી હતી અને તેમનો સામાન નાશ પામ્યો હતો, તેઓએ તેમની ફરિયાદો રજુ કરી હતી. મુખ્ય પ્રધાને અમને મોકલ્યા છે. અમે તેમની સમસ્યાઓ સાંભળી છે. સરકાર આગામી બે દિવસમાં વળતરના 25 ટકા રકમ જાહેર કરશે. વિસ્તારમાં સ્થિતિ સામાન્ય કરવા પગલાં લેવામાં આવશે.”

શું છે ઘટના:

અધિકારીઓએ જણાવ્યું કે ત્રણ દિવસ પહેલા લગભગ 300 લોકોના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી અને તેઓ હજુ પણ પોતાના ઘરે પરત ફર્યા નથી. ગંડત્વિજા ગામમાં આગથી પ્રભાવિત ગ્રામીણોએ 12 જુલાઈથી રાજ્યની રાજધાની અગરતલાથી લગભગ 110 કિલોમીટર દૂર રાહત શિબિરોમાં આશ્રય લઇ રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button