દિલ્લીમાં માતા-પિતા-પુત્રની હત્યા, 22 વર્ષનો નાનો દીકરો કેમ શંકાના દાયરામાં ? | મુંબઈ સમાચાર
નેશનલ

દિલ્લીમાં માતા-પિતા-પુત્રની હત્યા, 22 વર્ષનો નાનો દીકરો કેમ શંકાના દાયરામાં ?

દિલ્હી: શહેરના મેદાનગઢીમાં એક કાળજું કંપાવી દે એવી હત્યાનો કેસ બન્યો છે, એક ઘરમાંથી એક જ પરિવારના ત્રણ સભ્યોની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ હત્યાની શંકા પરિવારના નાના દીકરા પર છે.

ઘટનાની જાણકારી મુજબ પડોશીઓને ઘરમાંથી દુર્ગંધ આવતા પોલીસને જાણ કરી. સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને દરવાજો ખોલીને જોયું તો ઘરમાંથી ત્રણ લાશ મળી આઆવી.

50 વર્ષના પ્રેમ સિંહ અને તેના તેમના 24 વર્ષના દીકરા ઋત્વિકની લાશ લોહીથી લથપથ હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલી મળી હતી. જ્યારે પ્રેમ સિંહની 45 વર્ષીય પત્ની રજનીનો મૃતદેહ પહેલા માળેથી મોં બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો.

22 વર્ષના દીકરાએ કરી હત્યા:

પોલીસે પાડોશીઓ સાથે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે પ્રેમ સિંહ અને રજનીનો 22 વર્ષીય દીકરો સિદ્ધાર્થ ગુમ છે. તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓને જાણવા મળ્યું કે સિદ્ધાર્થની માનસિક હાલાત સ્થિર નથી. પોલીસને શંકા છે કે સિદ્ધાર્થે તેના માતા-પિતા અને ભાઈની છરીના ઘા મારી અને પથ્થરોથી કચડીને હત્યા કરી નાખી અને નાસી છૂટ્યો છે. હાલ પોલીસ તેને શોધવા પ્રયાસ કરી રહી છે.

આ માનસિક સમસ્યાથી પીડાતો હતો સિદ્ધાર્થ:

સ્થાનિક લોકોએ પોલીસને જણાવ્યું હતું કે સિદ્ધાર્થ લાંબા સમયથી માનસિક સમસ્યાથી પીડાઈ છે, તેની સારવાર પણ ચાલી રહી છે. પોલીસને ઘરમાંથી કેટલાક મેડીકલ ડોકયુમેન્ટ્સ મળી આવ્યા હતાં, જેમાં જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ એલાઇડ સાયન્સ (IHBAS) ના ડોકયુમેન્ટ પણ હતાં. પોલીસને જાણવા મળ્યું કે તે છેલ્લા 12 વર્ષથી સારવાર લઈ રહ્યો હતો. આક્રમક વર્તન અને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર માટે તેની સારવાર ચાલી રહી હતી.

પ્રાથમિક તપાસમાં પોલીસને એમ પણ જાણવા મળ્યું સિદ્ધાર્થે તેના કોઈ મિત્રને ફોન કરીને જણાવ્યું હતું કે તેણે તેના પરિવારની હત્યા કરી છે અને હવે તે મેદાનગઢીમાં નહીં રહે. ત્યાર બાદ તેનો ફોન સ્વિચ ઓફ થઇ ગયો, તેની માનસિક સ્થિતિ સારી ન હોવાથી મિત્રએ એ તેની વાત પર વિશ્વાસ ન કર્યો.

ત્રણ હત્યાઓ થઈ પણ પડોશીએ ખબર ના પડી:

એક જ ઘરમાં છરી મારીને ત્રણ હત્યાઓ થઈ પણ પડોશીએ કોઈ આવાજો સંભળાયા ન હતાં. પોલીસને શંકા છે કે ત્રણેય મૃતકોને કોઈ રીતે ઊંઘની ગોળી આપવામાં આવી હશે બાદમાં છરીના ઘા મારવામાં આવ્યા હશે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ એ વાતની પુષ્ટિ થશે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ મૃતક પ્રેમ સિંહને દારૂ પીવાની આદત હતી અને તેમના ઘરમાં વારંવાર ઝઘડા થતા હતા. પોલીસ સિદ્ધાર્થને પકડવા પ્રયાસ કરી રહી છે, તેના પકડાયા પછી ઘટનાની વધુ વિગતો જાણવા મળી શકે છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button