કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ પર આ મહિલા સાંસદે લગાવ્યો ગંભીર આરોપ, જાણો શું છે મામલો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકસભામાં આજે એક બિલ રજૂ કર્યું છે. પીએમ અને સીએમ પર કોઈ કેસ થયા અને તે 30 દિવસથી વધારે સમય સુધી જેલમાં રહે તો તેને પદ છોડવું પડશે તેવું બિલ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવ્યું છે. આ બિલને સંસદમાં વિપક્ષ દ્વારા ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો છે. સંસદમાં વિરોધ કરતા વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ અમિત શાહ સામે જ આ બિલ ફાડી નાખ્યું હતું. હવે આમાં ફરી એક બીજો વિવાદ પ્રકાશમાં આવ્યો છે.
કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ પર ગંભીર આરોપ
તૃણમૂલ કોંગ્રેસની મહિલા સાંસદ મિતાલી બાગે કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ પર ગંભીર આરોપ લગાવ્યો છે. બિલ જ્યારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન ભાજપના સાંસદ કિરેમ રિજિજુ અને રવનીત સિંહે સંસદમાં મહિલા સાંસદો સાથે થક્કા મુક્કી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલો અત્યારે ખૂબ જ ગંભીર બની ગયો છે.
કિરેન રિજિજૂ અને બિટ્ટૂએ મને મારી હતીઃ સાંસદ મિતાલી બાગ
મીડિયા સાથે વાત કરતા તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મિતાલી બાગે કહ્યું કે, ‘જ્યારે અમે બિલને વિરોધ કરી રહ્યા હતા ત્યારે કેન્દ્રીય પ્રધાન રવનીત સિંહ બિટ્ટૂ અને કિરેન રિજિજુએ મારા પર હુમલો કર્યો અને મન ધક્કો પણ માર્યો હતો. જેના કારણે મને ઇર્જાઓ પહોંચી છે’. વધુમાં કહ્યું કે, કિરેન રિજિજૂ અને બિટ્ટૂએ મને મારી હતી. તેમણે મહિલાઓ પર હુમલો કર્યો હતો. તે ખૂબ જ શરમની બાત છે અને ધિક્કારની વાત છે’.
ત્રણ બિલોને જેપીસી પાસે વિચારણા માટે મોકલવામાં આવ્યાં
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા બંધારણ બિલ – 2025, કેન્દ્રશાસિત પ્રદેશો સરકાર (સુધારો) બિલ -2025 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ – 2025 આ ત્રણ બિલને સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યા છે. જેથી બિલ બાબતે ફરી વિચારણા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે આ બિલને જેપીસી પાસે ચર્ચા વિચારણા માટે મોકલવામાં આવ્યું છે.