નેશનલ

દેશમાં હાઇ-વે અને એક્સપ્રેસ-વે પર સફર થઇ મોંઘીઃ ટોલ ટેક્સમાં આટલા ટકાનો વધારો

નવી દિલ્હીઃ હવે નેશનલ હાઇ-વે અને એક્સપ્રેસ વે પર મુસાફરી કરવા માટે તમારા ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ)એ દેશભરમાં ટોલ દરમાં સરેરાશ ચારથી 5 ટકાનો વધારો કર્યો છે.

એનએચએઆઇ તરફથી વધારવામાં આવેલા નવા ટોલ દર મંગળવારથી અમલમાં આવી ગયા છે. પરિવહન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, દર વર્ષે એપ્રિલમાં ટોલ દરોમાં સુધારો કરવામાં આવે છે, જે ફુગાવાના દર સાથે જોડાયેલ છે.

આપણ વાંચો: અટલ સેતુ પર ટોલની વસૂલાત વધુ એક વર્ષ માટે વર્તમાન ડિસ્કાઉન્ટેડ દરે

એનએચએઆઇ દરેક હાઇવે અને એક્સપ્રેસ વે માટે અલગથી ટોલ દરોમાં સુધારો કરે છે. આ વખતે પણ દેશભરમાં અલગ અલગ સ્થળોએ અલગ અલગ દરે વધારો કરવામાં આવ્યો છે. દેશભરમાં કુલ 855 ટોલ પ્લાઝા છે, જ્યાં ટોલ વસૂલવામાં આવે છે. આમાંથી 675 ટોલ પ્લાઝા સરકાર દ્વારા સંચાલિત છે, જ્યારે 180 ટોલ પ્લાઝા ખાનગી કંપનીઓ દ્વારા સંચાલિત છે.

નેશનલ હાઇ-વે નેટવર્ક પર લગભગ 855 યુઝર ફી પ્લાઝા છે જેના પર નેશનલ હાઇ-વે ફી (દર અને વસૂલાત નક્કી કરવા) નિયમો, 2008 મુજબ યુઝર ફી વસૂલવામાં આવે છે. આમાંથી લગભગ 675 જાહેર ભંડોળથી ચાલતા ટોલ પ્લાઝા છે અને 180 કન્સેશનર દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા છે.

નવા સુધારેલા ટોલ ટેક્સના દરો દેશભરના મુખ્ય રૂટના મુસાફરોને અસર કરશે, જેમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે, ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે અને દિલ્હી-જયપુર હાઇવેનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button