રક્ષાબંધન પર ટ્રાવેલ ટિકિટોનો પણ સેલ! આ પ્લેટફોર્મ પર અડધા ભાવે મળશે બસ, ટ્રેન અને ફ્લાઇટની ટિકિટ | મુંબઈ સમાચાર

રક્ષાબંધન પર ટ્રાવેલ ટિકિટોનો પણ સેલ! આ પ્લેટફોર્મ પર અડધા ભાવે મળશે બસ, ટ્રેન અને ફ્લાઇટની ટિકિટ

શ્રાવણ મહિનામાં અનેક તહેવારો આવતા હોય છે. ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. પોતાના ઘરથી દૂર રહેતા લોકો રક્ષાબંધન પર ઘરે જતા હોય છે. જેના માટે લોકો બસ, ટ્રેન કે ફ્લાઈટમાં મુસાફરી કરતા હોય છે. પરંતુ મોટા ભાગે તહેવારોમાં ટિકિટના દરો વધી જતા હોય છે. ટિકિટના ભાવ વધારે હોવાથી લોકો પરેશાન થતા હોય છે. જેથી લોકો એવા પ્લેટફોર્મની શોધમાં રહે છે. જો તમે સસ્તી કિંમતે ટિકિટ લેવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે.

એમેઝોન અને ફ્લિપકાર્ટમાં સસ્તા દરે મળશે ટિકિટ

ટ્રેન, બસ અને ફ્લાઈટની ટિકિટ તમે Makemytrip જેવા પ્લેટફોર્મ પરથી બુક કરાવી શકો છે. આ સાથે IRCTC અને goIndigo જેવી એપ્સ દ્વારા પણ ટિકિટની ખરીદી કરી શકાય છે. એટલું જ નહીં પરંતુ હવે એમેઝોન અને ફ્લિપકાર્ટથી પણ તમે ટિકિટ બુક કરી શકો છે. આ સેલ ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને પર થવાનો છે અને સેલ દરમિયાન તમને ટિકિટ બુકિંગ પર ભારે ડિસ્કાઉન્ટ મળશે.

10 હજાર રૂપિયા ટિકિટ પર 15 ટકાનું ડિસ્કાઉન્ટ

Amazon પર આજથી Great Freedom festival Sale શરૂ થઈ ગયો છે. જેમાં તમે સમાન સાથે સાથે ટ્રાવેલ ટિકિટ પર પણ ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે Flipkart પર 1લી ઓગસ્ટથી આ સેલ શરૂ થવાનો છે. ફ્લિપકાર્ટ પરથી જો ટિકિટ 10 હજાર રૂપિયાની હોય તો 900 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને સાથે 440 રૂપિયા સુધીની કેશબેક ઓફર પણ ઉપલબ્ધ રહેશે. જ્યારે સુપર કોઈન સાથે 300 રૂપિયા બીજા ઓછા થઈ જશે. એટલું જ નહીં પરંતુ એસબીઆઈના કાર્ડ પર 15 ટકા, HDFCના કાર્ડ પર 4500 સુધીની છૂટ અને ICICIના કાર્ડ પર 15 ટકા સુધીની છૂટ આપવામાં આવશે.

ટ્રાવેલ બુકિંગ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ!

એમેઝોન પરના સેલની વાત કરવામાં આવે તો, ટ્રાવેલ બુકિંગ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે ફ્લાઇટ્સ પર ઓછામાં ઓછું 11 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ટ્રેન ટિકિટ પર કોઈ સર્વિસ ચાર્જ નહીં લાગે. જો તમે સેલ દરમિયાન એમેઝોન પરથી અડધી કિંમતે ટિકિટ બુક કરાવી શકશો. તમે ફ્લિપકાર્ટ પરથી ઓનલાઈન ટિકિટ બુક કરીને પણ તમારા પૈસા બચાવી શકો છો.

આપણ વાંચો:  પુત્રદા એકાદશીનો શુકનવંતો દિવસ ક્યારે છે, જાણો તારીખ, વાર અને શુભ મુહૂર્ત

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button