ટોપ ન્યૂઝનેશનલ

ઉત્તરાખંડમાં બસ અલકનંદા નદીમાં ખાબકીઃ અકસ્માતમાં સુરતનો પરિવાર પણ ભોગ બન્યો…

દહેરાદૂન: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બદ્રીનાથ હાઈવે પર ઘોલતીર નજીક એક ટેમ્પો ટ્રાવેલ બસ અલકનંદા નદીમાં ખાબકી હતી. આ બસમાં કુલ 20 લોકો સવાર હોવાની વિગતો છે, જેમાંથી 8 લોકો ઘાયલ થયા છે, જ્યારે 3ના મોત થયા હોવાની વિગતો છે, જ્યારે અન્ય 10 લોકો લાપતા હોવાનું જણાવાઈ રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.

ચાર રાજ્યના 20 લોકો હતા સવાર
મળતી વિગતો અનુસાર, આ બસમાં ચારધામની યાત્રા પર નીકળેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો સવાર હતા. આ બસમાં રાજસ્થાન અને ગુજરાતના 7-7 લોકો, મધ્યપ્રદેશના 3, મહારાષ્ટ્રના 2 અને હરિદ્વારનો 1 એમ કુલ 20 લોકોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં સુરતના સિલિકોન પેલેસમાં રહેતા અને વિધાતા જ્વેલર્સના માલિક ઈશ્વર સોનીનો પરિવાર પણ અકસ્માતનો ભોગ બન્યો છે. ઈશ્વર સોની, તેમનાં પત્ની ભાવના સોની, 17 વર્ષીય દીકરી ડ્રીમી સોની, દીકરો ભવ્ય સોની અને દીકરી ચેષ્ટા સોની ઉત્તરાખંડના ધાર્મિક સ્થળોની યાત્રાએ નીકળ્યા હતા. આ દુર્ઘટનામાં તેમની પુત્રી ડ્રીમી સોનીનું મોત થયું હોવાના અહેવાલ છે.

ઘાયલોની વિગતો
દીપિકા સોની (ઉંમર 42 વર્ષ), રહે. સિરોહી મીના વાસ, રાજસ્થાન
હેમલતા સોની (ઉંમર 45 વર્ષ), રહે. પ્રતાપ ચોક, ગોગુંડા, રાજસ્થાન
ઈશ્વર સોની (ઉંમર 46 વર્ષ), રહે. પર્વત સિલિકોન પેલેસ, ગુજરાત
અમિતા સોની (ઉંમર 49 વર્ષ), રહે. 3 મીરા રોડ, મહારાષ્ટ્ર
ભાવના સોની (ઉંમર 43 વર્ષ), રહે. પર્વત સિલિકોન પેલેસ, ગુજરાત
ભવ્ય સોની (ઉંમર 07 વર્ષ), રહે. સિલિકોન પેલેસ, ગુજરાત
પાર્થ સોની (ઉંમર 10 વર્ષ), રહે. રાજગઢ, વીર સાવરકર માર્ગ, મધ્યપ્રદેશ
સુમિત કુમાર (વાહન ચાલક), રહે. બૈરાગી કેમ્પ, હરિદ્વાર

લાપતા લોકોની યાદી
રવિ ભવસાર (ઉંમર 28 વર્ષ), રહે. ઉદયપુર, રાજસ્થાન
મૌલી સોની (ઉંમર 19 વર્ષ), રહે. સિલિકોન પેલેસ, ગુજરાત
લલિત કુમાર સોની (ઉંમર 48 વર્ષ), રહે. પ્રતાપ ચોક ગોગુંડા, રાજસ્થાન
ગૌરી સોની (ઉંમર 41 વર્ષ), રહે. રાજગઢ, તહસીલ સદરપુર, મધ્યપ્રદેશ
સંજય સોની (ઉંમર 55 વર્ષ), રહે. ઉદયપુર, શાસ્ત્રી સર્કલ રાજસ્થાન
મયૂરી (ઉંમર 24 વર્ષ), રહે. સુરત, ગુજરાત
ચેતના સોની (ઉંમર 52 વર્ષ), રહે. ઉદયપુર, રાજસ્થાન
ચેષ્ટા (ઉંમર 12 વર્ષ), રહે. પર્વત સિલિકોન પેલેસ, ગુજરાત
કટ્ટા રંજના અશોક (ઉંમર 54 વર્ષ), રહે. થાણે મીરા રોડ, મહારાષ્ટ્ર
સુશીલા સોની (ઉંમર 77 વર્ષ), રહે. ઉદયપુર, રાજસ્થાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button