ભારતના ખાસ સાથી એવા ક્યા દેશે ભારતનો ‘અત્યાચારી દેશો’ની યાદીમાં કર્યો સમાવેશ ? | મુંબઈ સમાચાર

ભારતના ખાસ સાથી એવા ક્યા દેશે ભારતનો ‘અત્યાચારી દેશો’ની યાદીમાં કર્યો સમાવેશ ?

લંડન, બ્રિટનઃ બ્રિટનમાં એક સંસદીય સમિતિએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેટલીક વિદેશી સરકારો બ્રિટનમાં રહેતા લોકોને ધાકધમકી આપીને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. એટલું જ નહીં પરંતુ આ સમિતિએ રિપોર્ટ સાથે પુરાવા પણ રજૂ કર્યા છે. મહત્વની વાત એ છે કે, આ સમિતિના રિપોર્ટમાં ભારતનું નામ પણ સામેલ છે. જેને આપણે પોતાનો મિત્ર દેશ સમજીએ છીએ તે દેશ આક્ષેપો કરી રહ્યો છે કે ભારત અત્યાચારી દેશ છે. તો ચાલો આ રિપોર્ટની વિગતે ચર્ચા કરીએ…

ટ્રાન્સ નેશનલ રિપ્રેશન ઈન ધ યુકેમાં ચોંકાવનારો ખુલાસો

સંસદીય સમિતિ તે રિપોર્ટ જાહેર કર્યો તેનું નામ ‘ટ્રાન્સનેશનલ રિપ્રેશન ઈન ધ યુકે’ છે. આ રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બ્રિટનમાં વિદેશી સરકારોની પ્રવૃત્તિઓને માનવ અધિકારો માટે ખતરનાક છે. જેથી આ મામલે કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ રિપોર્ટમાં 12 દેશોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ભારત સાથે ચીન, પાકિસ્તાન, ઇજિપ્ત, રશિયા, બહેરીન, યુએઈ, સાઉદી અરેબિયા, તુર્કી, રવાન્ડા અને એરિટ્રિયાનું નામ સામેલ છે.

આ મામલે ભારત ક્યારે જવાબ આપશે?

આ રિપોર્ટ મામલે ભારતે હજી કોઈ સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી નથી. પરંતુ આ રિપોર્ટ બાબતે ભારતે પ્રતિક્રિયા આપવી જરૂરી છે. કારણ કે, રિપોર્ટમાં રજૂ કરાયેલા પુરાવાઓમાં ભારતના સંદર્ભમાં શીખ ફોર જસ્ટિસ (SFJ)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સંગઠન ખાલિસ્તાનને સમર્થન કરે છે. શીખ ફોર જસ્ટિસ સંગઠનને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ (UAPA) હેઠળ ભારતમાં ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. બ્રિટન હવે તેની પેરવી કરી રહ્યું છે. જેથી આ રિપોર્ટ ભારત માટે ચિંતાનો વિષય છે.

ભારત સહિત 12 દેશોને અત્યાચારી દેશોની યાદીમાં સામેલ કર્યાં

આ સંસદીય સમિતિમાં બ્રિટનની અનેક પાર્ટીઓના સાંસદો સામેલ છે. આ સમિતિ બ્રિટનમાં માનવ અધિકારો સાથે જોડાયેલી બાબતોનું ધ્યાન રાખે છે. આ સમિતિએ ભારત સહિત 12 દેશોને અત્યાચારી દેશોની યાદીમાં સામેલ કર્યાં છે. એટલું જ નહીં પરંતુ આ સમિતિના રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, બ્રિટનમાં અનેક દેશો એવા છે જે લોકોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જેના કારણે યુકેના લોકોમાં ડરનો માહોલ વધી રહ્યો છે. પરંતુ પ્રશ્ન છે કે, ભારતનો આ યાદીમાં શા માટે સમાવેશ કરવામાં આવ્યો?

આ મામલે કાર્યવાહી કરવા બ્રિટન સરકારને વિનંતી

દાવો એવો પણ કરવામાં આવ્યો છે કે, બ્રિટનમાં વર્ષ 2022 બાદ આવા કેસોમાં 48 ટકાનો વધારો થયો છે. કેટલાક દેશો ઇન્ટરપોલના નિયમોનો દુરુપયોગ કરી રહ્યા છે. આ 12 દેશોની યાદીમાં રશિયા, ચીન અને તુર્કીયેનું નામ સૌથી મોખરે છે. પરંતુ ચિંતાની વાત એ છે કે, આ યાદીમાં ભારતનું નામ સામેલ કરીને, આરોપ લગાવવામાં આવ્યાં છે. આ સંસદીય સમિતિએ બ્રિટન સરકારને વિનંતી પણ કરી છે કે, આ મામલે કાર્યવાહી કરવામાં આવે, જેનાથી માનવ અધિકારીનું રક્ષણ કરી શકાય.

આપણ વાંચો:  ટ્રમ્પે 70 દેશો પર ટેરીફ ઝીંક્યો: ભારત 25% તો પાકિસ્તાન પર કેટલો? જુઓ લીસ્ટ…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button