ટોપ ન્યૂઝનેશનલ

ઓડીશાના બાલાસોરમાં ટ્રેન પાટા પરથી ઉતરીને થાંભલા સાથે અથડાઈ…

બાલાસોર: ઓડીશાના બાલાસોરમાં એક ટ્રેન અકસ્માત થયો હોવાના (Balasore Train accident) અહેવાલ છે. અહેવાલ મુજબ ચેન્નઈ જઈ રહેલી ન્યૂ જલપાઈગુડી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. પાટા પરથી ઉતર્યા પછી, ટ્રેન ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનીના હજુ સુધી કોઈ અહેવાલ નથી મળ્યા.

Also read : હેં, Indian Railwayમાં આવેલા છે Sachin Tendulkar, Virat Kohliના નામના રેલવે સ્ટેશન!

રેલ્વે અધિકારીના જણાવ્યા મુજબ ન્યૂ જલપાઈગુડી-ચેન્નઈ એક્સપ્રેસ કોલકાતાથી આવી રહી હતી અને બાલાસોરમાં સાબીરા રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. અધિકારીએ આપેલી માહિતી મુજબ, લોકોમોટિવમાં સમસ્યા હતી અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી હતી.

ન્યૂ જલપાઈગુડી ટ્રેન પાટા પરથી ઉતરી ગયા બાદ, તેમાં બેઠેલા મુસાફરો ટ્રેનમાંથી બહાર આવી ગયા હતાં અને લોકોની ભીડ જામી હતી. માહિતી મળ્યા બાદ કેટલાક રેલવે અધિકારીઓ અને પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટ્રેન અકસ્માત બાદ અફરાતફરી ફેલાઈ ગઈ હતી.

Also read : આ છે Indian Railwayનું સૌથી છેલ્લું સ્ટેશન, નામ જાણીને ચોંકી ઉઠશો…

નોંધનીય છે કે જુન 2023માં બાલાસોરમાં ત્રિપલ ટ્રેન અકસ્માત થયો હતો, એ અકસ્માતમાં 296 લોકો માર્યા ગયા હતા અને 1,200 થી વધુ લોકો ઘાયલ થયા હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button