નેશનલ

ટ્રેન ટિકિટ બુક કરતી વખતે ઈન્સ્યોરન્સ લેવાનું ના ભૂલતા, અકસ્માત થાય તો આટલું કવર મળી શકે છે, જાણો સંપૂર્ણ માહિતી

નવી દિલ્હી: ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. અકસ્માતો(Train Accident)ને કારણે ટ્રેન મુસાફરી જોખમી પણ સાબિત થાય છે, ક્યારેક ટ્રેન પાટા પરથી ઉતરી જાય છે તો ક્યારેક સિગ્નલની ખામીને કારણે ટ્રેનો સામસામે અથડાય છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ગઈ કાલે સોમવારે સવારે આવો જ મોટો અકસ્માત થયો હતો. પાછળથી આવતી માલગાડી કાંચનજંગા એક્સપ્રેસ (Kanchanjunga Express) સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કંચનજંગા એક્સપ્રેસનો ગાર્ડ કોચ, બે પાર્સલ કોચ અને એક જનરલ સીટિંગ કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. આ અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. 60 થી વધુ ઘાયલ થયા છે.

ટ્રેન અકસ્માતોની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વે તેના મુસાફરોને ટ્રાવેલ ઈન્સ્યોરન્સ (Travel Insurance) પણ આપે છે. ટ્રેન ટિકિટ બુક કરાવતી વખતે, તમે થોડા પૈસા ચૂકવીને આ વીમો લઈ શકો છો. ટ્રેન અકસ્માતના કિસ્સામાં કવર અને કલેઈમ મળી શકે છે.

ભારતીય રેલ્વેએ સપ્ટેમ્બર 2016માં પેસેન્જર ઓપ્શનલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સની શરૂઆત કરી હતી. ત્યારે વીમાનું પ્રીમિયમ 92 પૈસા હતું, જેની ચુકવણી સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારપછી ઓગસ્ટ 2018માં વીમા પ્રીમિયમ ઘટાડીને 42 પૈસા પ્રતિ પેસેન્જર કરવામાં આવ્યું હતું. એક સમયે પ્રીમિયમ 35 પૈસા હતું, બાદમાં રેલવેએ તેને વધારીને 45 પૈસા કર્યું છે.

Read more: Train Accident: પશ્ચિમ બંગાળમાં અકસ્માતના પગલે રેલવેએ જાહેર કર્યા હેલ્પલાઇન નંબર, રેલવે મંત્રી દાર્જીલિંગ જવા રવાના

કેવી રીતે લઈ શકાય ઈન્સ્યોરન્સ?
IRCTC ની વેબસાઈટ પર ટ્રેન ટિકિટ બુકિંગ દરમિયાન ટ્રાવેલ ઈન્સ્યોરન્સનો ઓપ્શન આપવામાં આવે છે, હાલમાં આ વૈકલ્પિક છે. એટલે કે ટિકિટ બુક કરાવનાર પેસેન્જર ઇચ્છે તો 45 પૈસા ચૂકવીને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લઇ શકે છે. જો તમે આ વિકલ્પ પસંદ કરો છો, તો તમારા ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર પર એક લિંક મોકલવામાં આવશે. આ લિંક પર ક્લિક કરીને, આ વેબસાઇટ ઓપન કરો અને નામ, મોબાઇલ નંબર, ઉંમર અને નોમીનીઝ જેવી વિગતો દાખલ કરો. આ પછી, જો કોઈ પણ પ્રકારનો અકસ્માત થાય છે, તો પેસેન્જર અથવા નોમિની આ વીમા પોલિસીનો દાવો કરી શકે છે.

કયા મુસાફરોને વીમાની સુવિધા મળે છે?
આ વીમો ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અથવા ચેર કાર જેવી તમામ શ્રેણીની કન્ફર્મ અને RAC (રિઝર્વેશન અગેન્સ્ટ કેન્સલેશન) ટિકિટ પર મળી શકે છે. નવા ફેરફાર પછી, બાળકો માટે હાફ ટિકિટ પર વીમા પોલિસીનો લાભ ઉપલબ્ધ નથી. આ પોલિસીનો લાભ આખી ટિકિટ પર જ મળી શકે છે. જ્યારે મુસાફરો કાઉન્ટર પરથી ટિકિટ ખરીદે તો તેમને આ સુવિધા મળતી નથી. ટ્રાવેલ એજન્ટ ટ્રેન ટિકિટ બુક કરતી વખતે, તમારા કહેવા પર વીમા પોલિસી પર ટિક કરશે.

કયા પ્રકારની ઘટનાઓમાં કલેઈમ કરી શકાય?
જો ટ્રેન અકસ્માતમાં કોઈ મુસાફર ઘાયલ થાય કે મૃત્યુ પામે તો ઈન્સ્યોરન્સનો કલેઈમ કરી શકાય છે. મુસાફરોને શારીરિક કે માનસિક નુકસાન થાય છે, તો કલેઈમ કરી શકાય છે. જો મુસાફરી દરમિયાન ટ્રેન પર આતંકવાદી હુમલો થાય છે, જેમાં યાત્રીને કોઈપણ પ્રકારનું નુકસાન થાય છે, તો આ કિસ્સામાં પણ તમે વીમાનો કલેઈમ કરી શકાય છે.

કયા કિસ્સાઓમાં ઈન્સ્યોરન્સનો કલેઈમ નહીં મળે?
જો મુસાફરી દરમિયાન મુસાફરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય. અથવા જો તેના માનસિક અસંતુલનને કારણે તે મુસાફરી દરમિયાન ટ્રેનમાંથી પડી જાય અથવા મૃત્યુ પામે તો રેલવે દ્વારા કોઈ વળતર આપવામાં આવતું નથી.

Read more: સિક્કીમમાં ભૂસ્ખલન થવાથી ગુજરાતના પ્રવાસીઓ અટવાયાઃ સરકાર કરી રહી છે સંપર્ક

કેટલો કલેઈમ મળું શકે?
રેલ્વે અનુસાર, ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાનો દાવો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ દ્વારા ઉપલબ્ધ છે. ટ્રેન અકસ્માતના 4 મહિનાની અંદર વીમાનો કલેઈમ કરી શકાય છે. ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ઈજાગ્રસ્તો અને મૃતકોના પરિવારોને અલગ-અલગ યોગ્યતા માપદંડો અનુસાર સહાય આપવામાં આવે છે.

વિવિધ કેસોમાં ઈન્સ્યોરન્સ કલેઈમની રકમ કેટલી હશે?

  • જો કોઈ મુસાફરનું ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થાય છે તો તેના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર મળશે
  • જો ટ્રેન અકસ્માતમાં મુસાફર સંપૂર્ણ રીતે અક્ષમ થઈ જાય તો તેને 10 લાખ રૂપિયાનો વીમા કલેઈમ મળશે.
  • વિકલાંગતાના કિસ્સામાં, 7.5 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.
  • જો કોઈ વ્યક્તિ ટ્રેન અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થાય છે, તો પરિવાર 2 લાખ રૂપિયા સુધીનો કલેઈમ કરી શકે છે.
  • જો કોઈ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય અને પરિવારને તેના મૃતદેહને ઘરે લાવવા માટે પરિવહનની જરૂર હોય, તો 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…