આપણું ગુજરાતનેશનલ

સિક્કીમમાં ભૂસ્ખલન થવાથી ગુજરાતના પ્રવાસીઓ અટવાયાઃ સરકાર કરી રહી છે સંપર્ક

ગાંધીનગરઃ સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં થયેલ ભારે વરસાદ અને ભુસ્ખલન થવાથી લાચુંગ ગામમાં દેશના ઘણા પ્રવાસીઓ ફસાયેલા છે. જેમાં ગુજરાતના લગભગ 30 જેટલા પ્રવાસીનો સમાવેશ થાય છે. આ અંગે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે  ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેઓની પરિસ્થિતિ અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરી માહિતી મેળવતાં હાલમાં સિક્કીમ રાજયની વહીવટી ટીમ લાચુંગ ગામે પહોંચી છે.

રાજ્યના પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે અલગ અલગ હોટલમાં રોકાયેલ હોવાથી કુલ કેટલા પ્રવાસી ફસાયેલા છે તેની વિગતો તેઓ પાસે હાલ ઉપલબ્ધ નથી પરંતુ ગુજરાતના આશરે ૩૦ થી વધુ પ્રવાસી લાચુંગ ગામે હોટલમાં હોવાની વિગતો અત્રેને પ્રાપ્ત થયેલ છે. લાચુંગ ગામ ખાતે તમામ પ્રવાસી સલામત છે તથા પાયાની તમામ જરૂરીયાત મળી રહે છે. હાલમાં પુલ-રોડ તુટેલા હોઈ વેધર ક્લીયર થતાં આવતી કાલથી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.

Also Read –

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker