યોગી આદિત્યનાથ પરની ફિલ્મ 'અજેય' 19 સપ્ટેમ્બરે રીલીઝ થશે, કોણે ભજવી છે યોગીની ભૂમિકા ? | મુંબઈ સમાચાર
નેશનલમનોરંજન

યોગી આદિત્યનાથ પરની ફિલ્મ ‘અજેય’ 19 સપ્ટેમ્બરે રીલીઝ થશે, કોણે ભજવી છે યોગીની ભૂમિકા ?

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના જીવન પર બનેલી ફિલ્મ અજેયનું ટ્રેલર લૉંચ થયું છે. ટ્રેલર ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે અને આદિત્યનાથના જીવનના ઘણા અજાણ્યા ચેપ્ટર ખોલશે, તેમ લાગી રહ્યું છે.

ટ્રેલરની શરૂઆત પૂર્વાંચલના મોટા નેતા અવધેશ રાયની હત્યાની ખબરથી શરૂ થાય છે. આદિત્યનાથની જન્મભૂમિ ગોરખપુર બતાવવામા આવી છે અને શહેરમાં કરફ્યુની સ્થિતિ હોવાનું જોઈ શકાય છે. ત્યારબાદ આદિત્યનાથની યોગી બન્યા પહેલાની જિદંગી બતાવવામાં આવી છે અને પછી ગુરુ મળી જતા તે યોગી થઈ જાય છે અને યોગીમાંથી મુખ્ય પ્રધાન થવાની એક એક પછી એક કળીઓ ખૂલતી જાય છે.

ફિલ્મમાં એકશન છે અને લાગી રહ્યું છે કે ડાયલૉગ્સ પણ દમદાર હશે. યોગી આદિત્યનાથ ધડાધડ કામ કરવા અને એક્શન લેવા માટે જાણીતા છે. ફિલ્મમાં એક ડાયલોગ છે, હમેશાં અક્કલ નહીં, ક્યારેક બળનો પ્રયોગ પણ કરવો પડે છે. આ જ રીતે યોગી સીએમ બને છે ત્યારે અબ બહેગી અસલી ગંગા જેવા સંવાદો છે.

યોગી આદિત્યનાથનો રોલ કોણે નિભાવ્યો છે

હવે કરીએ વાત યોગી આદિત્યનાથની ભૂમિકા ભજવતા કલાકારની તો તેનું નામ છે આનંદ જોશી. આનંદ આ ભૂમિકામાં એકદમ ફીટ બેસે તેવો છે. આનંદ જોશીને 12th ફેલમાં વિક્રાંતના મિત્ર તરીકે સારી એવી નામના મળી હતી. પ્રિતમ પાંડેના રોલમાં તેણે સારી વાહવાહી મેળવી હતી. તે પહેલા તેણે ફિલ્મો અને ટીવી સિરિયલોમાં ઘણી ભૂમિકા નિભાવી છે. આનંદ પોતે આગ્રાનો જ છે અને હવે સીધો યુપીના સીએમના રોલમાં દેખાશે. આનંદ ઉપરાંત અભિનેતા પરેશ રાવલ યોગી આદિત્યનાથના ગુરુના રોલમાં છે. આ સાથે યુપીનું જાણીતું નામ નિરહુઆ પત્રકારના રોલમાં છે. ફિલ્મનું નિર્દેશન રવિન્દ્ર ગૌતમે કર્યું છે અને પ્રોડ્યુસર રીતુ મેંગી છે. દિલીપ બચ્ચન જા અને પ્રિયાંક દુબે દ્વારા આ ફિલ્મ લખવામાં આવી છે. The Monk Who Became Chief Minister નામનું પુસ્તક Shantanu Guptaએ લખ્યું છે. જે ઉત્તર પ્રદેશના 22માં મુખ્ય પ્રધાન બનેલા યોગી આદિત્યનાથની બાયોગ્રાફી છે, તેનો આધાર લઈ ફિલ્મ બનાવવામા આવી છે.

ક્યારે રિલિઝ થશે
ફિલ્મ થિયેટરોમાં 19મી સપ્ટેમ્બરે રિલિઝ થશે. આ ફિલ્મ સાથે અક્ષય કુમાર અને અરશદ વારસીની જોલી એલએલબી પણ રિલિઝ થશે. તમે પણ જૂઓ ટ્રેલર…

આપણ વાંચો:  જાણીતા મ્યુઝિક ડાયરેક્ટરની તબિયત લથડી, AIIMSમાં દાખલ; ચાહકો ચિંતામાં…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button