મધ્યપ્રદેશના સિહોરમાં બની દુર્ઘટના! ભેરુખા ધોધ પર સેલ્ફી લેતા બે વિદ્યાર્થી તણાયા | મુંબઈ સમાચાર

મધ્યપ્રદેશના સિહોરમાં બની દુર્ઘટના! ભેરુખા ધોધ પર સેલ્ફી લેતા બે વિદ્યાર્થી તણાયા

સિહોર, મધ્યપ્રદેશઃ ચોમાસામાં લોકો મોટા ભાગે ફરવા જવાનું વધારે પસંદ કરતા હોય છે. આ દરમિયાન અનેક વખત દુર્ઘટનાઓ બનતી હોય છે. મધ્યપ્રદેશના સિહોરમાં ફરવા ગયેલા વીઆઈટી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે દુર્ઘટના ઘટી હોવાનું મળ્યું છે. માત્ર સેલ્ફી લેવા ગયેલા 2 વિદ્યાર્થીઓ ધોધમાં તણાઈ ગયા અને મૃત્યુ પામ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સુરક્ષા કર્મીઓ દ્વારા શોધખોળ કરવામાં આવી પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓના મૃતદેહ મળ્યા નથી, જેથી શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.

ભૈરુખા ધોધ પર સેલ્ફી લેવા ગયા અને તણાઈ ગયા

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, ભોપાલથી માત્ર 50 કિમી દૂર આ ઘટના બની છે. વીઆઈટી યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ કોઠારી નજીક ખીવની અભયારણ્યના ભૈરુખા ધોધની મુલાકાતે ગયો હતો. આ દરમિયાન તેઓ સેલ્ફી લેવા માટે ગયા અને ધોધમાં તણાઈ ગયાં હતા. ધોધમાં ડૂબવાના કારણે હેમંત અને સીમુખ નામના બે વિદ્યાર્થીઓનું મોત થયું છે. ઇચ્છાવર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

વાઆઈટી કોલેજના 5 વિદ્યાર્થીઓ ફરવા માટે ગયા હતા

વિદ્યાર્થીઓ રાત્રિના સમયે બની હોવાના કારણે રેસ્ક્યુ થઈ શક્યું નહોતું તેવું પોલીસે જમાવ્યું છે. ફરવા આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક આંધ્ર પ્રદેશ અને કેટલાક ગુજરાતના હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. આ દરેક વિદ્યાર્થીઓ વાઆઈટી કોલેજના છે. અત્યારે આ ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ સુરક્ષા માટે આવી પહોંચી છે અને વિદ્યાર્થીઓના મૃતદેહને શોધવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ઇચ્છાવર પોલીસ અને SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી

પોલીસે આપેલી વિગતો પ્રમાણે આ ધોધમાં ડૂબી જવાથી હેમંત અને સિમુખના મૃત્યુનો મામલો ઇચ્છાવર વિસ્તારના ભેરુખા ધોધનો હોવાનું જાણવા મળ્યું છે. ઇચ્છાવર પોલીસ અને SDRF ટીમ ગઈકાલથી ઘટનાસ્થળે છે અને બચાવ કામગીરી ચલાવી રહી છે. કુલ પાંચ વિદ્યાર્થીઓ ફરવા માટે ગયાં હતાં. જેમાંથી બેના મોત થયા છે અને ત્રણ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. પોલીસ મૃતદેહનો શોધખોળ કરી રહી છે. જ્યારે બાકીની ત્રણ વિદ્યાર્થીઓને ઇચ્છાવર પોલીસમાં લઈ જવામાં આવ્યાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button