લદ્દાખમાં દુર્ઘટના: આર્મીની ગાડી પર પથ્થર પડતાં એક અધિકારી સહિત 2 જવાન શહીદ | મુંબઈ સમાચાર

લદ્દાખમાં દુર્ઘટના: આર્મીની ગાડી પર પથ્થર પડતાં એક અધિકારી સહિત 2 જવાન શહીદ

લદ્દાખઃ લદ્દાખમાંથી અત્યારે એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. લદ્દાખના દુરબુક વિસ્તારમાં ભારતીય સેનાની એક ગાડીને અકસ્માત નડ્યો છે. દુરબુક વિસ્તારમાં ભારતીય સેનાના વાહન પર પથ્થર પડ્યો હોવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં એક અધિકારી સહિત બે જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય એક અધિકારી સાથે ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક અધિકારી સહિત પાંચ જવાન ઘવાયાં

આ સમગ્ર ઘટનાના સવારે 11 વાગ્યાની આસપાસ બની હોવાનું પણ જાણવા મળ્યું છે. સેનાના અધિકારીએ આપેલી વિગતો પ્રમાણે ગાડી પર પથ્થર પડ્યો હોવાના કારણે એક અધિકારી સહિત પાંચ ભારતીય સેનાના જવાનો ઘાયલ થયાં છે. આ દુર્ઘટના સવાલે 11.30 વાગ્યાની આસપાસ બની હતી. લદ્દાખમાં અત્યારે ભારે વરસાદના કારણે છેલ્લા ઘણાં દિવસથી વરસાદ અને બરફવર્ષા ઝઈ રહી છે. જેના કારણે માર્ગ અકસ્માતની દુર્ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

ફરી ભારતીય સેનાની ગાડી દુર્ઘટનાનો શિકાર

આ પહેલા પણ અહીં એક અકસ્માતની ઘટના બની હતી જેમાં બે લોકો ઘાયલ થયાં હતાં. ભારતીય સેનાએ આ બંન્ને વ્યક્તિઓને બચાવી લીધા હતા અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. આજે ફરી ખરાબ હવામાનને કારણે ભારતીય સેનાની ગાડી દુર્ઘટનાનો શિકાર બની છે, જેમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ થયા છે. આ સાથે ઘાયલ જવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

આપણ વાંચો :વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું, કાન ખોલીને સાંભળો પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે નથી થઈ વાત

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button