મુંબઈ: છેલ્લા કેટલા સમયથી એવી ચર્ચાઓ એ જોર પકડ્યું હતું કે શેરબજારમાંમાં ટ્રેડીંગના સમય(Share bazaar Trading )માં વધારો થઇ શકે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)એ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કલાક વધારવા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ રજૂઆત કરી હતી. SEBI એ NSEની અરજી નકારી કાઢી છે. બ્રોકર્સ ફોરમ વચ્ચે સર્વસંમતિના અભાવે સેબીએ આ નિર્ણય લીધો છે. હાલ ટ્રેડિંગના કલાકો વધારો નહીં થાય.
NSEએ ડેરિવેટિવ્ઝ માર્કેટને વધારાના ત્રણ કલાક સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા વચ્ચે ખુલ્લું રાખવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ અરજી દાખલ કરી હતી. બજારના સહભાગીઓને સાંજે ગ્લોબલ ન્યુઝ ફલોનું મૂલ્યાંકન કરવામાં અને એ મુજબ કામ કરવામાં મદદ થાય એ માટે આ માંગ કરવામાં આવી હતી. જો કે, ખર્ચમાં વધારો થવાને કારણે, બધા સ્ટોક બ્રોકર્સે આ દરખાસ્ત ટેકો આપ્યો ન હતો .
અગાઉ આ વર્ષે ફેબ્રુઆરીમાં એવા એહવાલો હતા એસોસિએશન ઑફ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઑફ ઈન્ડિયા (ANMI) તરફથી ઈન્ડેક્સ ફ્યુચર્સ માટે ટ્રેડિંગના કલાકો લંબાવવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી. ત્યાર બાદ બ્રોકર્સ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ફોરમ (ISF) એ પણ સેબીને ઔપચારિક પત્ર મોકલ્યો હતો.
અગાઉ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અહેવાલ આવ્યો હતો કે સેબી કેશ માર્કેટ માટે ટ્રેડિંગના કલાકો લંબાવવાનું વિચારી રહી છે.