Tourism: પર્યટકો વીડિયો લેવામાં વ્યસ્ત હતા ત્યાં વાઘ તાડુક્યો ને પછી…
દેશ-વિદેશમાં જ્યાં પણ વન્ય જીવોને જોવાની તક મળે ત્યાં પર્યટકો પહોંચી જતા હોય છે. ગુજરાતના સાસણ ગીરમાં એશિયાટીકા લાયન્સની એક ઝલક જોવા લાખો પર્યટકો આવે છે ને જો ડાલમથ્થો જોવા મળે તો તેમને ફેરો સફળ થયો હોય તેમ લાગે છે, બાકી વિલા મોઢે પાછા જાય છે.
આ પણ વાંચો: Tourism: ગીરમાં વનરાજને જોવા ઉમટ્યા આટલા પર્યટકો, આવતીકાલથી વેકેશન
જોકે જ્યાં પણ વન્ય પ્રાણીઓનો વસવાટ હોય ત્યાં પર્યટકોએ પણ ખૂબ જ સતર્કતા અને સમજદારી બતાવવાની હોય છે, જે ઘણીવાર જોવા મળતી નથી. ઉત્તરાખંડમાં આવું જ કંઈક બન્યું જેમાં વાઘને આવતો જોતા વીડિયો લેવા અધીરા બનેલા પર્યટકો પરથી ઘાત ગઈ. વાઘ પહેલા તો હુમલો કરવા ધસ્યો, પણ પછી નસીબજોગે પાછો ફર્યો નહીં તો પર્યટકો માટે જીવનું જોખમ બની ગયું હોત.
Wildlife tourism, while a valuable source for many communities, requires proper regulation. Maintaining safe distances and respecting animal habitats are crucial for ethical wildlife tourism. A responsible approach ensures the well-being of both animals and the sustainability of… pic.twitter.com/veWga0FRAm
— Dr. PM Dhakate (@paragenetics) June 16, 2024
વાયરલ વીડિયો ઉત્તરાખંડના જિમ કોર્બેટનો છે, જ્યાં એક વાઘે પ્રવાસી વાહન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોકોની બૂમોને કારણે તે ભાગી ગયો.
આ પણ વાંચો: Gujarat Tourism: ગુજરાતના આ પ્રખ્યાત 4 પર્યટન સ્થળને મળ્યો પ્રતિષ્ઠિત ટુરિઝમ એવોર્ડ
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ઉત્તરાખંડના જીમ કોર્બેટમાં ટાઈગર સફારી જોવા આવતા પ્રવાસીઓ જંગલી પ્રાણીઓને જોવા માટે પોતાનો જીવ જોખમમાં મુકે છે. આ વીડિયો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના સચિવ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ઝાડપાન વચ્ચેથી વાઘ આવે છે ને પ્રવાસીઓની ઉભેલી જીપ તરફ ધસી આવે છે અને જાણે હમણા હુમલો કરી નાખશે તેમ જ લાગી રહ્યું હોય છે, પરંતુ પ્રવાસીઓ બૂમ પાડતા તે ડરીને ભાગી જાય છે.
પોતાની ટ્વીટમાં સચિવે વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતાથી વર્તવાની અપીલ કરી છે.