Tourism: ગીરમાં વનરાજને જોવા ઉમટ્યા આટલા પર્યટકો, આવતીકાલથી વેકેશન
ગીર-સોમનાથઃ આવતીકાલથી વનના રાજા સિંહોનું વેકેશન શરૂ થશે. વરસાદી સિઝનમાં પ્રાણીઓ મેટિંગ કરતા હોવાથી અહીં પર્યટકોને પ્રવેશ મળતો નથી. હવે ફરી ઑક્ટોબર મહિનાથી પ્રવાસીઓ અહીં ફરી સિંહદર્શન માટે આવી શકશે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલો ગીર સોમનાથ જિલ્લો વિશ્વમાં વિખ્યાત છે તેના એશિયાટિક લાયન માટે. ત્યારે અહીં રાજ્ય સરકાર દ્વારા ઈકો ટૂરિઝમ ઝોન શરૂ કરવામાં આવ્યું છે. લાયન સફારી, જંગલ સફારી, આંબરડી, દેવળીયા સહિતના ઈકો ટુરિઝમ સાઈટની આઠ લાખ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત કરી છે. જેમાં સફારી પાર્કમાં અંદાજે બે લાખ લોકોએ વિઝીટ કરી છે.
આ પણ વાંચો: આડેધડ ઊભા થયેલા સાસણ-ગીરની રિસોર્ટ્સ પર જીએસટી વિભાગની તવાઈ
જૂનાગઢ વન વિભાગના સીસીએફએ જણાવ્યું હતું કે, ઈકો ટુરિઝમ સાઈટ પર આ વર્ષે ટુરિસ્ટોનો સારો પ્રતિસાદ મળ્યો હતો, ફરવા આવેલા લોકોની સંખ્યા વિશે વાત કરીએ તો આ વખતે કુલ આઠ લાખ કરતા વધુ લોકોએ જંગલ સફારીનો પ્રવાસ કર્યો છે. જેમાં દેવળીયા સફારી પાર્કમાં અંદાજે બે લાખ લોકોએ વિઝીટ કરી છે તેમજ જંગલ સફારીમાં પણ બે લાખ લોકોએ વિઝીટ કરી અને અને દેવળીયા ટુરિઝમના 6.88 તેમજ આંબરડીમાં અંદાજે 62 હજાર જેટલા પ્રવાસીઓ સહિત કુલ આઠ લાખ કરતા વધુ પ્રવાસીઓએ ઈકો ટુરિઝમ સાઈટની મુલાકાત કરી છે. દર વર્ષ કરતા આ વર્ષનો આંકડો ખૂબજ પ્રોત્સાહન આપે છે અને નવેમ્બરમાં જ્યારે ફરીથી આ સફારી પાર્કમાં લોકોની સારી ભીડ એકત્ર થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Gujarat Tourism : ગીર બાદ વેળાવદર નેશનલ પાર્કમાં પણ તારીખથી કાળિયારોનું વેકેશન….
અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલથી સિહોનું વેકેશન શરૂ થઈ રહ્યું છે સાથે સાથે ચોમાસામાં સિંહોની હિલચાલ ઉપર પણ વન વિભાગની બાજ નજર રાખવામાં આવશે.