ભારતીય રેલવેના 5 ‘ઘાતક’ અકસ્માત, જેમાં હજારો લોકોએ ગુમાવ્યા હતા જીવ, જાણો વિગતવાર ઈતિહાસ?

ઓડિશામાં આજે ફરી એક રેલવે અકસ્માત સર્જાયો, જેમાં કટકના નિર્ગુન્ડી નજીક કામાખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા રેલવે પાટા પરથી ઉતરી ગયા હતાં. કટક સ્ટેશનથી નીકળ્યા બાદ કામાખ્યા એક્સપ્રેસ મંગોલી સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગઈ અને તેના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.
આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પહેલા પણ અનેક રેલવે અકસ્માતો થયા છે, જેમાં હાજરો લોકોના મોત પણ થયા હતા. ચાલો તમને દેશના 5 સૌથી મોટા રેલવે અકસ્માત વિશે જણાવીએ, જેમાં હજારો લોકો મોતને ભેટ્યા હતા.
આપણ વાંચો: Odisha ના કટક નજીક રેલવે અકસ્માત, કામાખ્યા એક્સપ્રેસના 11 કોચ પાટા પરથી ઉતર્યા…
1981માં બિહારમાં બની હતી રહસ્યમય રેલવે દુર્ઘટના

બિહારમાં 6 જૂન 1981ના રોજ બનેલી ટ્રેન દુર્ઘટનાને ભારતના ઇતિહાસની સૌથી ખરાબ રેલ દુર્ઘટના ગણાય છે. કારણ કે આ દુર્ઘટનામાં 500થી પણ વધારે લોકોના મોત થયાં હતા. 800થી વધુ મુસાફરને લઈને ભરચક પેસેન્જર ટ્રેન બાગમતી નદી પરના પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ચક્રવાતને કારણે તે પાટા પરથી ઉતરી ગઈ હતી.
ટ્રેનના સાત ડબ્બા નદીમાં પડી ગયા, જેના પરિણામે અંદાજે 500થી 800 લોકો મૃત્યુ પામ્યા હતાં. ચોંકાવનારી વાત તો એ છે કે, ઘણા મૃતદેહ મળ્યા નહોતા, જેના કારણે આ દુર્ઘટના એક રહસ્યમય ઘટના બની ગઈ.
આપણ વાંચો: રેલવે અકસ્માતોની તપાસ થશે, પણ ષડયંત્રો હશે તો લાંબો સમય નહીં ચાલેઃ અમિત શાહનું મહત્ત્વનું નિવેદન
1995માં યુપીના ફિરોઝાબાદનો ‘કિલર’ એક્સિડન્ટ

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ નજીક 20મી ઓગસ્ટ 1995ના રોજ એક મોટો અકસ્માત થયો હતો. પુરુષોત્તમ એક્સપ્રેસ નામની ટ્રેન કાલિંદી એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં લગભગ 350 લોકોએ જીવ ગુમાવ્યા અને સેંકડો ઘાયલ થયા હતા.
એવું પણ કહેવાય છે કે આ અકસ્માત સિગ્નલિંગ ખામી અને માનવીય ભૂલને કારણે થયો હતો. જેના કારણે રેલવેની સલામતી વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. એ દિવસ ઉત્તર પ્રદેશ માટે દુર્ભાગ્યપૂર્ણ સાબિત થયો હતો.
આપણ વાંચો: Gujarat માં રેલવે ટ્રેક પર સર્જાતા સિંહના અકસ્માતને ઘટાડવા એઆઈથી નજર રખાશે
1999માં થયેલો પશ્ચિમ બંગાળનો ટ્રેન અકસ્માત

પશ્ચિમ બંગાળના ગેસલ સ્ટેશન નજીક 2જી ઓગસ્ટ 1999માં બ્રહ્મપુત્ર મેલ અને અવધ આસામ એક્સપ્રેસ વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં 285થી પણ વધારે મુસાફરોનું અકાળે મોત થયું હતું.
એટલું જ નહીં પરંતુ 300થી પણ વધારે મુસાફરો ઘાયલ થયા હતાં. સિગ્નલિંગ સિસ્ટમમાં ખામીને કારણે આ અકસ્માત થયો હતો, જેના પરિણામે બંને ટ્રેનો એક જ ટ્રેક પર હતી. આ દુર્ઘટનાએ રેલવેના ટેકનિકલ ખામીઓના કારણે થઈ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું
વર્ષ 2002માં રાજધાની એક્સપ્રેસનો થયેલો અકસ્માત

સપ્ટેમ્બર 2002માં કોલકાતામાં નવી દિલ્હી જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ બિહાર અને ઔરંગાબાદ જિલ્લામાં ધાવે નદી પર જઈ રહેલી હતી ત્યારે મોટો અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના અનેક ડબ્બા નદીમાં પડી ગયા, જેમાં ઓછામાં ઓછા 120 લોકો માર્યા ગયા. રેલવે અધિકારીઓએ તેને તોડફોડનો કેસ ગણાવીને કેસ દબાવી દીધો હતો.
એટલું જ નહીં, પરંતુ આ મામલાની સંપૂર્ણ તપાસ ક્યારેય સ્પષ્ટ થઈ શકી નહોતી. જેથી આ અકસ્માત ક્યારે થયો હતો તે હજી એક રહસ્ય જ બની રહ્યું છે.
2023માં થયેલો બાલાસોર ટ્રેન અકસ્માત

ઓડિશામાં 2જી જૂન 2003માં બાલાસોર જિલ્લામાં એક મોટો રેલવે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતની દેશભરમાં ચર્ચા થઈ હતી. બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલગાડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ હતી.
જેના પગલે તેના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને બીજી ટ્રેન સાથે અથડાઈ ગયા હતા. આ અકસ્માતમાં 296થી વધુ લોકો માર્યા ગયા હતા અને 1,200થી વધુ લોકો ઘાયલ થયા હતા. તે 21મી સદીના સૌથી ‘ઘાતક’ રેલ અકસ્માતોમાંનો એક હતો.