કારના સ્ક્રેપિંગમાં ગુજરાત પાંચમા ક્રમે, દેશમાં કયા રાજ્યએ મારી બાજી?

નવી દિલ્હી: દેશભરમાં પ્રદૂષણ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જૂના વાહનોને સ્ક્રેપ કરવા અને નવા વાહનની ખરીદીના પરના ટેક્સમાં પચાસ ટકા છૂટ આપવાની જાહેરાત કરી છે.
આ પ્રયાસો હેઠળ કેન્દ્ર સરકાર વાહન સ્ક્રેપ નીતિ અમલમાં લાવી છે. આ નીતિ હેઠળ, જૂના વાહનોને સ્ક્રેપ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વાહન સ્ક્રેપિંગનો ડેટા જાહેર કર્યો છે.
આપણ વાંચો: જો જૂના વાહનને સ્વેચ્છાએ સ્ક્રેપ કરવામાં આવે તો નવા વાહન માટે 15 ટકા ટેક્સ રિબેટ…
વાહન સ્ક્રેપિંગમાં ગુજરાત પાંચમાં ક્રમે
નીતિન ગડકરીએ જાહેર કરેલા આંકડાઓમાં પાંચ રાજ્યો એવા છે. જેમાં સૌથી વધારે વાહનો સ્ક્રેપ કરવામાં આવ્યા છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતનો સમાવેશ થાય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 15,448 વાહનને રજિસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગ સુવિધાઓ (RVSF)માં સ્ક્રેપ કરવામાં આવ્યા છે.
યુપીમાં સૌથી વધુ વાહનો સ્ક્રેપ
જ્યારે બાકીના રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 1,21,206, હરિયાણામાં 38,993, મહારાષ્ટ્રમાં 19,310 અને રાજસ્થાનમાં 15,420 વાહનો સ્ક્રેપ કરવામાં આવ્યા છે. આમ વાહન સ્ક્રેપિંગમાં ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે છે. 12 ઓગસ્ટ 2025 સુધી સમગ્ર દેશમાં કુલ 2,76,990 વાહનો સ્ક્રેપ કરવામાં આવ્યા છે.
આપણ વાંચો: ન, કોપર અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં નરમાઈ, નિરસ માગ જવાબદાર
વાહન સ્ક્રેપિંગ પર મળતા લાભ
ઉલ્લેખનીય છે કે, વાહન સ્ક્રેપિંગ નીતિ હેઠળ, લાભાર્થીઓને જૂના વાહનો સ્ક્રેપ કરવા પર નવા વાહનની ખરીદી પર ટેક્સમાં છૂટ મળે છે.
બિન-પરિવહન વાહનો માટે 25 ટકા સુધી અને પરિવહન વાહનો માટે 15 ટકા સુધી રોડ ટેક્સમાં મુક્તિની જોગવાઈ છે. આ લાભ મેળવવા માટે, વાહન માલિકે ડિપોઝિટ સર્ટિફિકેટ સબમિટ કરવું જરૂરી છે, જે વાહન સ્ક્રેપ કર્યા બાદ જારી કરવામાં આવે છે. આ સર્ટિફિકેટ સમગ્ર દેશમાં માન્ય છે.