દુનિયામાં સૌથી વધુ હિંદુઓ વસે છે આ દેશમાં, જાણો પાકિસ્તાન આ યાદીમાં કયા નંબરે?

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા હશો, કારણ કે આપણી માન્યતા એવી છે કે ભારતનો પડોશી દેશ પાકિસ્તાન તો મુસ્લિમ વસતી ધરાવતો દેશ છે તો હિંદુ વસતીવાળા દેશની વાત થઈ રહી હોય એમાં પાકિસ્તાનનો નંબર તો ક્યાંથી આવે? ચાલો તમને આખી ઈનસાઈડ સ્ટોરી જણાવીએ અને સાથે સાથે એ પણ જાણીએ કે ભાઈ દુનિયાના કયા દેશમાં હિંદુઓની વસતી સૌથી વધારે છે અને આ યાદીમાં પાકિસ્તાનનો નંબર કયો છે-
110 કરોડની વસતિ સાથે આ દેશ છે નંબર વન

વાત જ્યારે દુનિયાના સૌથી વધુ હિંદુઓની વસતી ધરાવતા દેશોની થઈ રહી હોય તો આ યાદીમાં ભારતનો નંબર પહેલો છે. ભારત એ દુનિયાનો હિંદુઓની સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર એકલા ભારતમાં લગભગ 110 કરોડ હિંદુઓ વસે છે.
બીજા નંબરે આવે છે નેપાળ

હાલમાં નેપાળ જેન-ઝી આંદોલનને કારણે ખૂબ જ ચર્ચામાં છે અને ભારત બાદ આ યાદીમાં બીજા નંબરે આવે છે ભારતનો જ પડોશી દેશ નેપાળ. નેપાળમાં પણ હિંદુઓની વસતી વધારે છે. નેપાળમાં આશરે 28.6 મિલિયન એટલે કે 2.86 કરોડ હિંદુઓ વસે છે.
બાંગ્લાદેશ પણ છે રેસમાં

બાંગ્લાદેશમાં પણ હિંદુઓની સંખ્યા ખૂબ જ મોટી છે અને વસતિની યાદીમાં ત્રીજા સ્થાને આવે છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર બાંગ્લાદેશમાં 13.8 મિલિયન એટલે કે એક કરોડ 38 લાખ હિંદુઓ વસે છે.
42 લાખ હિંદુઓ છે ઈન્ડોનેશિયામાં

સૌથી વધુ હિંદુઓની વસતિ ધરાવતા દેશોની યાદીમાં ચોથા નંબરે આવે છે ઈન્ડોનેશિયા. ઈન્ડોનેશિયામાં આશરે 4.2 મિલિયન એટલે કે 42 લાખ હિંદુઓ વસે છે.
પાકિસ્તાનમાં વસે છે આટલા હિંદુઓ

ભારતના પડોશી દેશ પાકિસ્તાન પણ દુનિયાના સૌથી વધુ હિંદુઓની વસતી ધરાવતા દેશોની યાદીમાં સામેલ છે. પાકિસ્તાન આ યાદીમાં પાંચમા સ્થાને છે. પાકિસ્તાનમાં આશરે ચાર મિલિયન એટલે કે 40 લાખ હિંદુઓ વસે છે.