નેશનલ

એરપોર્ટ પર વધારે પડતો લગેજ છે? તો પૉસ્ટ ખાતું તમારી સેવામાં હાજર છે

એરટ્રાવેલ કરીને તમે એરપોર્ટ પર ઉતરો અને તમારી પાસે ઘણું લગેજ હોય તો તકલીફ વધી જાય છે. પેસેન્જરે લગેજની હેરફેરમાં મોટો ખર્ચ કરવો પડતો હોય છે. પરંતુ હવેથી તમે એરપોર્ટ પરથી બહુ સામાન્ય ખર્ચમાં તમારો વધારાનો લગેજ ઘરે પહોંચાડી શકશો. વર્લ્ડ પોસ્ટ ડે નિમિત્તે ઈન્ડિયા પોસ્ટ દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. તે પ્રમાણે અમદાવાદ અને વડોદરા એરપોર્ટ પરથી પ્રવાસીઓ બહુ ઓછા ખર્ચમાં પોતાનો લગેજ ઘરે અથવા કોઈ પણ એડ્રેસ પર રવાના કરી શકશે. તેમ એક અહેવાલ જણાવે છે.

હવે એરપોર્ટ પર તમારી પાસે ઓવરવેઈટ લગેજ હોય તો પોસ્ટ ઓફિસ હેલ્પલાઈનને ફોન લગાવીને લગેજને પિક અપ કરાવી શકાશે અને તમે કહો તે સરનામે પહોંચાડી દેવાશે. તેના માટે સ્ટાન્ડર્ડાઈઝ ફી લેવામાં આવશે જેથી બહુ મોટો ખર્ચ નહીં આવે.

હાલમાં માત્ર મુંબઈ એરપોર્ટ પર આ સગવડ છે જેમાં પ્રવાસીઓ પોતાનો વધારાનો લગેજ ઈન્ડિયા પોસ્ટ મારફત મોકલી શકે છે. હવેથી આ સગવડ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર મેઈલ ટ્રાન્સમિશન ઓફિસ પર મળવા લાગશે.
આ મામલે પોસ્ટ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે નેશનલ સ્પીડ પોસ્ટ સેન્ટર અને વડોદરા, સુરત અને રાજકોટની રેલવે મેઈલ ઓફિસમાં ચોવીસે કલાક અને સાત દિવસ (24×7) પાર્સલ બૂકિંગ કાઉન્ટર શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત નવા મોબાઈલ પાર્સલ પિક અપ રૂટ પણ શરૂ કરવામાં આવશે. પોસ્ટની કામગીરીમાં તાજેતરમાં ઘણો વધારો થયો છે. લેટ ઈવનિંગ પાર્સલ સર્વિસ સાંજના 8 વાગ્યા સુધી ચાલુ રહે છે જેમાં એક લાખથી વધારે બૂકિંગ નોંધાયા છે. આ ઉપરાંત મોબાઈલ પાર્સલ પિકઅપ શરૂ કરવાની પણ વિચારણા છે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પાર્સલ બૂકિંગ આસાનીથી થઈ શકે તે માટે એક નવો વોટ્સએપ નંબર 85117 60606 શરૂ કરવામાં આવ્યો છે.

પોસ્ટલ વિભાગે આગામી મહિનાઓમાં ગુજરાતમાં વધુ 43 પોસ્ટ ઓફિસ ખોલવાનો નિર્ણય લીધો છે. તેના કારણે દરેક ગામની 5 કિલોમીટરની ત્રિજયામાં એક પોસ્ટ ઓફિસ હશે. ગુજરાતમાં લગભગ 7632 ગ્રામીણ પોસ્ટ ઓફિસને ડિજિટલ બેન્કિંગ હેઠળ આવરી લેવામાં આવી છે.

પોસ્ટલ સેવાને ઓગણીસમી સદીની સૌથી મોટી સર્વિસમાંથી એક ગણવામાં આવે છે. 1874માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના થઈ હતી. આજે ભારત પાસે વિશ્વમાં સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે અને થોડા સમયમાં દેશમાં 5000 નવી પોસ્ટ ઓફિસ શરૂ થવાની છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો