
મેષઃ

મેષ રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો વધારે સારો રહેવાનો છે. આજે તમારે કોઈ પણ નિર્ણય એકદમ સમયસર લેવો પડશે, નહીંતર સમસ્યાઓ આવી શકે છે. આજે તમારે કોઈ કામ પૂર્ણ કરવા માટે તમારા ભાઈઓની મદદ લેવી પડી શકે છે, જે તમને સરળતાથી મળી જશે. તમે તમારા ઘર માટે વૈભવી વસ્તુઓ ખરીદવા પર સારી રકમ ખર્ચ કરશો. આજે કોઈની પણ વાતથી પ્રભાવિત થવાનું તમારે ટાળવું જોઈએ, કારણ કે નહીંતર એને કારણે તમે મુશ્કેલી મૂકાઈ શકો છો.
વૃષભ:

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે કોઈ કામ માટે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. તમારે તમારી વ્યવસાયિક યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ, નહીં તો તેના કારણે તમને થોડું નુકસાન થઈ શકે છે. તમારે કોઈ મોટું જોખમ લેવાનું ટાળવું પડશે. કામના સ્થળે આજે તમારા કેટલાક વિરોધીઓ હેરાન કરવામાં કોઈ કસર છોડશે નહીં. તમે તમારા બાળકો સાથે કોઈ મુદ્દા પર દલીલ કરી શકો છો. તમારી કોઈ જૂની બીમારી ફરી એક વખત સામે આવી શકે છે.
મિથુનઃ

મિથુન રાશિના લોકો આજના દિવસે અભ્યાસ અને આધ્યાત્મિકતા તરફ આગળ વધી રહ્યા છો. આજે ધંધામાં તમને થોડો નફો મળવાની શક્યતાઓ છે, જેનો તમારે અમલ કરવો જોઈએ. તમે તમારા વ્યવસાયને વધુ ઉંચાઈઓ પર લઈ જઈ શકશો. તમારે પ્રોપર્ટી સંબંધિત સોદાઓ અંગે વરિષ્ઠ સભ્યો સાથે વાત કરવી પડશે. પરિવારના કોઈ સભ્યના લગ્નની પુષ્ટિ થઈ શકે છે. કાર્યસ્થળ પર કોઈ ભૂલને કારણે તમારું પ્રમોશન અટકી શકે છે.
કર્કઃ

કર્ક રાસિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ આજનો દિવસ તમારા માટે ઉત્સાહપૂર્ણ રહેવાનો છે. જો આજે તમે તમારા બિઝનેસમાં કોઈને પાર્ટનર બનાવો છો, તો એ તમારા માટે કોઈ મુશ્કેલી લઈને આવી રહ્યો છે. તમે કોઈપણ કાર્યને પૂર્ણ કરવા માટે ચિંતિત રહેશો અને તમારી મહેનતમાં કોઈ કસર છોડશો નહીં. જે લોકો લવ લાઈફ જીવી રહ્યા છે તેઓએ તેમના પાર્ટનરની સમગ્ર ગતિવિધિઓ પર નજર રાખવી પડશે, નહીં તો તે તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. તમારા વિરોધીઓમાંથી કોઈ તમારા માટે નવી સમસ્યા ઊભી કરી શકે છે.
સિંહ:

સિંહ રાશિના નોકરી કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેશે અને તેમને કોઈ નવું પદ મળી શકે છે. તમારે કોઈ પણ કામ ભાગ્ય પર ન છોડવું જોઈએ, નહીં તો તમારે તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમે તમારા ઘરની સ્વચ્છતા અને પેઇન્ટિંગ વગેરે પર પણ સંપૂર્ણ ધ્યાન આપશો. જો તમે કોઈની પાસેથી લોન લીધી હોય, તો તમે તેને ચૂકવવામાં ઘણી હદ સુધી સફળ થશો. તમારે તમારા વિરોધીની વાતોથી પ્રભાવિત થવાથી બચવું પડશે. જો તમે મિત્રો પાસેથી પૈસા સંબંધિત કોઈ મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે.
કન્યાઃ

આજનો દિવસ તમારા માટે કેટલીક મુશ્કેલીઓ લઈને આવશે. તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે. જો આજે તમારા પરિવારમાં કોઈ વાદ-વિવાદ ઊભો થાય તો આ પરિસ્થિતીમાં તમે બંને પક્ષની વાત સાંભળીને જ નિર્ણય લેશો એ તમારા માટે વધારે સારું રહેશે. તમારે કેટલીક જૂની ભૂલમાંથી પાઠ શીખવો પડશે. જો તમે પ્રોપર્ટી સંબંધિત વિવાદ જીતશો તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. જે લોકો રોજગારની શોધમાં પરેશાન છે તેમને રોજગારની કેટલીક સારી તકો મળી શકે છે.
તુલાઃ

તુલા રાશિના લોકોએ આજે કોઈ પણ પ્રકારની બિનજરૂરી દલીલોમાં પડવાથી બચવાનો રહેશે. તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. તમારું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. તમારા પિતાને આંખ સંબંધિત સમસ્યા હોવાથી તમે ભાગદોડમાં વ્યસ્ત રહેશો. તમે તમારી પૈતૃક સંપત્તિના વિભાજનને લઈને લડાઈમાં પડી શકો છો. તમારે તમારા કોઈ કામ માટે થોડી દૂરની યાત્રા પર જવું પડી શકે છે.
વૃશ્ચિક:

વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાયી સાબિત થવાનો છે. આજે તમને તમારા કામના સ્થળો કોઈ સારી માહિતી સાંભળવા મળી શકે છે. તમારે તમારી ખાણી-પીણી પર આજે ખાસ નિયંત્રણ રાખવું પડશે. પેટ સંબંધિત કોઈ સમસ્યા સતાવી શકે છે. જો પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હતો, તો તે તમારા જીવનસાથીની મદદથી ઉકેલાય તેવું લાગે છે. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થશે. આજે કામને લઈને કોઈ ચિંતા સતાવી શકે છે પરંતુ અનુભવી વ્યક્તિ સાથે વાત કરવાથી તમારી સમસ્યા ઉકેલાઈ શકે છે.
ધનઃ

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ નબળો રહેવાનો છે. આજે તમને વેપારમાં આજે અમુક કામ પૂરા ન થવાને કારણે તમને થોડું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. આજે કોઈ જૂની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ફરી ઊભરી શકે છે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી માન મળતું જણાય છે. કોઈની સાથે અહંકારથી વાત ન કરો, નહીં તો તમારી વાતથી તેમને ખરાબ લાગશે. વિદ્યાર્થીઓનું ધ્યાન અહીંયા ત્યાં ભટકી શકે છે અને એને કારણે તેઓ અભ્યાસમાં ઓછો રસ લેશે, જેની અસર તેમની પરીક્ષાઓ પર પણ જોવા મળી શકે છે.
મકરઃ

મકર રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે માનસિક ચિંતાઓ લઈને આવી રહ્યો છે. જો તમે આજે પ્રવાસ પર જવાની તૈયારી કરી રહ્યા છો તો તમારે ખૂબ જ કાળજીપૂર્વક વાહન ચલાવવું પડશે. આજે તમે તમારા કામના સ્થળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરશો તો એને કારણે નવી નવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ સમય દરમિયાન તમારે કોઈ ફેરફાર કરવો જોઈએ નહીં. તમે તમારા કોઈ સંબંધી પાસેથી અમુક નિરાશાજનક માહિતી મળી શકે છે.
કુંભઃ

આ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. આજે તમે જો કોઈ કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારું એ કામ પૂરું થઈ શકે છે. આજે તમે સંતાન માટે કોઈ નવું વાહન ખરીદી શકો છો, પરંતુ તેનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરો. કેટલાક મોસમી રોગો તમને પરેશાન કરી શકે છે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય બગડશે. આજે પરિવારમાં કોઈ શુભ અને શુભ પ્રસંગનું આયોજન કરવાથી તમારું મનોબળ વધુ વધી રહ્યો છે.
મીનઃ

મીન રાશિના લોકો માટે આજનો દિવસ વ્યવસાયની દ્રષ્ટિએ ઉતાર-ચઢાવથી ભરપૂર છે અને એને કારણે તમે થોડા પરેશાન રહી શકો છો. આજે તમારે તમારા મિત્રો સાથે પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરવો જોઈએ, કારણ કે એને કારણે ભવિષ્યમાં તમારા સંબંધમાં ખટાશ આવી શકે છે. પરિવારમાં કોઈ આંતરિક મતભેદ ચાલી રહ્યા હતા તો તે પણ આજે ઉકેલાઈ જશે. કામના સ્થળે આજે તમને થોડી ખોટનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું લાગે છે, કારણ કે તમારા કેટલાક મોટી ડિલ ફાઈનલ થઈ શકે છે.