ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (28-04-24): આ ત્રણ રાશિના જાતકોને થશે આજે ફાયદો તો કુંભ રાશિના જાતકો માટે રહેવું પડશે સતર્ક

મેષઃ

Raashi

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમારે તમારી આવક અને ખર્ચ પર ખાસ ધ્યાન રાખવું પડશે. સમાજ સેવા સાથે સંકળાયેલા લોકોને આજે કોઈ મોટું પદ મળશે તો તેમને ખુશી થશે. વરિષ્ઠ અધિકારીઓ કે વડીલો સાથે વાત કરતી વખતે વાણી પર નિયંત્રણ રાખશો. આજે કોઈ પાસે આર્થિક મદદ મેળવવાનું વિચારી રહ્યા છો તો એ પણ મળી રહી છે. વેપાર કરી રહેલાં લોકોને પણ મદદ મળી રહી છે. આજે તમારા કેટલાક કામ તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે છે.

વૃષભઃ

Horoscope

વૃષભ રાશિના જાતકોએ આજે લેવડ-દેવડની બાબતમાં ખૂબ જ સાવધાની રાખવાનો રહેશે. આજે તમને તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે. આજે કોઈ પણ કાયદાકીય બાબતમાં તમારે બહારના વ્યક્તિની મદદ કે સલાહ લેવી જોઈએ. ભાઈ-બહેન સાથે કોઈ મુદ્દે વિવાદ થયો હશે તો આજે એનો પણ ઉકેલ આવી રહ્યો છે. આજે તમારે તમારી કોઈ નાનકડી ભૂલ માટે પણ વડીલોની માફી માંગવી પડી શકે છે.

મિથુનઃ

મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ તણાવપૂર્ણ રહેવાનો છે. આજે સંતાનની વર્તણૂંકને કારણે તમને થોડી સમસ્યા સતાવી શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું તમે વિચારી શકો છો, પરંતુ આવું કરતી વખતે તમારે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. આજે કોઈ પર પણ વધુ પડતો વિશ્વાસ કરવાનું ટાળો. તમારા જીવનસાથી સાથે કોઈ કામને લઈને વિવાદ થઈ શકે છે. તમે તમારા મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લેશો. પરિવારમાં ચાલી રહેલા ઝઘડાને બહારના કોઈ પણ વ્યક્તિ સામે ન આવવા દો.

કર્કઃ

આજે તમારે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાથી બચવું પડશે. તમે લાંબા સમય પછી બાળપણના કોઈ જૂના મિત્રને મળશો, જેને મળીને તમે ખુશ થશો. જો તમે બચત સંબંધિત યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપો છો, તો તમે ભવિષ્ય માટે કેટલાક પૈસા બચાવવામાં સફળ થશો. નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળશે તો તેઓ ખૂબ જ ખુશ થશે, પરંતુ તેમણે આ અંગે અહંકાર ન કરવો જોઈએ. તમે તમારા જીવનસાથીને નવું કાર્ય શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. શેર માર્કેટમાં રોકાણ કરનારા લોકો માટે આજનો દિવસ સારો રહેશે.

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત ફળદાયી રહેવાનો છે. આજે પરિવારના કોઈ સભ્યના લગ્નના પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. નાના બાળકો સાથે મોજમાં સમય પસાર કરશો. આજે બધાની સાથે સાથે જ તમારા પોતાના સ્વાસ્થ્યને લઈને પણ સભાન રહેવું પડશે. કામના સ્થળે આજે તમારા ઉપરી અધિકારીનો પૂરેપૂરું સમર્થન મળી રહ્યું છે. આજે ઉતાવળ કરવાની તમારી આદત તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેવાનો છે. જો તમને કોઈ જૂની બીમારી હતી તો આજે એને કારણે તમારી મુશ્કેલીઓ વધી શકે છે. બિઝનેસમાં આજે કોઈને પણ પાર્ટનર બનાવવાનું ટાળો, નહીં તો તે તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. આજે તમારી નિર્ણય લેવાની ક્ષમતા તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. જીવનસાથીનો પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને માનસિક અને બૌદ્ધિક બોજમાંથી રાહત મળી રહી છે અને એમણે અભ્યાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આજે તમે ભવિષ્ય માટે કોઈ અલગ દ્રષ્ટિકોણથી પણ વિચાર કરી શકો છો. ભૂતકાળમાં કરેલી કોઈ ભૂલને કારણે આજે તમને પસ્તાવવું પડી શકે છે. પરિવારના કોઈ સભ્યના લગ્નમાં જો અડચણ આવી રહી હતી તો આજે એ પણ દૂર થઈ રહી છે. નવું કામ શરૂ કરવાની ઈચ્છા થઈ શકે છે. સંતાનો આજે તમારી અપેક્ષા પર ખરા ઉતરશે. નોકરી કરી રહેલાં લોકોએ આજે એમના કામમાં પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે.

વૃશ્ચિકઃ

આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે. જો તમારી પાસે તમારા નિકાલ પર ઘણા કાર્યો છે, તો તમે જાણતા નથી કે કયું પ્રથમ કરવું અને કયું પછી. જો તમારી કોઈ ઈચ્છા આજે પૂરી થાય છે તો તમે ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો. પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળે તો વાતાવરણ ખુશનુમા રહેશે, પરંતુ કોઈ વ્યક્તિના પ્રભાવમાં કોઈ મોટું રોકાણ ન કરો અને તમારા પિતાને આજે આંખ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે, જેને તમારે અવગણવી જોઈએ નહીં.

ધનઃ

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેવાનો છે. આજે તમે તમારા પેન્ડિંગ કામ પૂરા કરવાના પ્રયાસ કરશો અને એમાં તમે વ્યસ્ત રહેશો. આજે તમારી અંદર હરિફાઈની ભાવના જોવા મળશે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોએ આજે તેમના વિરોધીઓથી ખાસ સાવધ રહેવાની જરૂર છે, નહીં તે તેઓ તેમની છબિ ખરડાવવાનો પ્રયાસ કરી શકે છે. આજે તમે તમારા મોજશોખની વસ્તુઓ પર ખૂબ જ સારી એવી રકમ ખર્ચ કરશો. ભવિષ્ય માટે પૈસા બચાવવા વિશે પણ તમે વિચારી શકો છો.

મકરઃ

આ રાશિના વેપાર કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે કોઈ મોટી ડીલ ફાઈનલ થવાની પૂરેપૂરી શક્યતા છે. આજે તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો તે તમે પાછા મેળવી શકો છે. પરિવારના કોઈ સભ્યની તબિયત બગડતાં તમે ચિંતા પડશો. અટકી પડેલાં પૈસા પાછા મળતા તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમારો કોઈ મિત્ર તમારા ઘરે પાર્ટી માટે આવી શકે છે. નવી પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા પૂરી થઈ રહી છે.

કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ચોક્કસ જ લાભદાયક રહેવાનો છે. આજે કોઈ પણ સાથે પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ ચર્ચામાં પડવાનું ટાળો અને મૌન રહેશો તમારા માટે એ સારું રહેશે. લાંબા સમયથી તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતા તો આજે એમાં વધારો થઈ રહ્યો છે. માતા-પિતાની સેવામાં આજે થોડો સમય પસાર કરશો. કામના સ્થળે આજે તમે તમારા કોઈ પણ કામ પહેલાં પૂરા કરવાનો પ્રયાસ કરશો અને એને કારણે તમારા ઉપરી અધિકારી ખુશ થશે. વિદ્યાર્થીઓ આજે અભ્યાસમાં જો કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

મીનઃ

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલીક મુશ્કેલીઓ લઈને આવી રહ્યો છે. આજે તમે કામના સ્થળે કોઈને કોઈ સલાહ આપશો તો તે તમારા પર જ વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરશે. પરિવારમાં પણ કોઈ વાદ-વિવાદ ચાલી રહ્યો હતો તો આજે એમાં પડવાનું ટાળો, નહીં તો તમારી મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા લોકોની ઈચ્છા પૂરી થતી જણાઈ રહી છે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરા ઉતરશે. બિઝનેસ કરી રહેલાં લોકોએ આજે એમના કામમાં કોઈ પણ પ્રકારની ઢીલ ના દેખાડવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button