ધર્મતેજનેશનલરાશિફળ

આજનું રાશિફળ (20-11-23): ધન અને મકર રાશિના લોકોને મળશે સારા સમાચાર, મીન રાશિના લોકોએ રહેવું પડશે સાવધ…

મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્ર અને ફળદાયી સાબિત થવાનો છે. આજે તમે લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહેશો. વેપારની બાબતોમાં આજે ઝડપ આવશે. તમે કોઈ જૂના મિત્રો સાથે આજે યાદગાર ક્ષણો પસાર કરશો. તમે તમારા પદ અને પ્રતિષ્ઠાને કારણે કાર્યસ્થળમાં સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકો છો. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. આજે કોઈની પણ સાથે બિનજરૂરી ઝઘડામાં ન પડો, નહીં તો તે તમારા સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે.

વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ પ્રગતિના દ્વાર ખોલનારો સાબિત થશે. તમારા પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ રહ્યોછે. નોકરી શોધી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. લાંબા સમય બાદ આજે તમે કોઈ તમારા જૂના મિત્રને મળશો. જો તમારો કોઈ રોગ તમને લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે, તો તમારી પરેશાની વધી શકે છે, તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. માતા-પિતા સાથે આજે તમે તમારી મનની કોઈ ઈચ્છા વિશે વાત કરશો.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેવાનો છે. આજે તમે લોહી સંબંધિત સંબંધો પર વધારે ભાર આપશો. ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધશે અને તમે ખૂબ જ સતર્ક રહેશો. પ્રવાસ પર જવાની તૈયારી કરી રહ્યા છો તો તમારે સાવધાન રહેવું પડશે. વેપાર કરતા લોકો માટે દિવસ થોડો નબળો રહેશે. તમે તમારા જીવનસાથીના કરિયરને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. જો તમારી મિલકત સંબંધિત કોઈ બાબત કાયદામાં ચાલી રહી હતી, તો તેમાં પણ તમને વિજય મળશે. સંતાનો તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

આ રાશિના લોકો માટે આજનો દિવસ લેવડ-દેવડમાં સાવધાની રાખવાનો છે. આજે તમે મહેનત અને વિશ્વાસથી તમારા લક્ષ્યની દિશામાં આગળ વધશો. ધર્માદાના કાર્યોમાં તમને સંપૂર્ણ રસ રહેશે. અંગત બાબતોમાં તમારે સમજદારીપૂર્વક આગળ વધવું પડશે. વિદ્યાર્થીઓએ બીજા બધા કામને બાજુ પર રાખીને પોતાના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.તમને તમારા સહકર્મીઓનો સહયોગ મળશે. જો તમને અણધાર્યો લાભ મળશે તો તમારી ખુશીનો પાર નહીં રહે. પરિવારના કોઈ સભ્યને આજે તમારી વાતનું ખરાબ લાગી શકે છે.

સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ ભાગીદારીમાં કામ કરવા માટે અનુકૂળ રહેશે. વેપારમાં તમે કેટલીક યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશો. જો તમે લાંબા સમયથી કોઈ જમીન, વાહન, મકાન વગેરે ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો આજે તે પ્રયાસ સફળ થશે. મિત્રો અને સહકર્મીઓ તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય, તો તમે તેને પરત પણ મેળવી શકો છો. તમે કોઈ કામ માટે નાના અંતરની યાત્રા પર જઈ શકો છો. વિરોધીઓ આજે તમને પરેશાન કરી શકે છે.

કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ પણ જટિલ કામમાં પડવાથી બચવું પડશે. નોકરી કરી રહેલાં લોકોએ આજે ખાસ સાવધ રહેવું પડશે. કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધૈર્ય જાળવી રાખવું પડશે અને જો તમે પરિવારના કોઈ સભ્યની કારકિર્દી અંગે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લો છો, તો વરિષ્ઠ સભ્યોની સલાહ અવશ્ય લો. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે, નહીં તો તેઓ કોઈ ગેરરીતિ તરફ આગળ વધી શકે છે. લેવડ-દેવડની બાબતમાં આજે તમારે ખાસ સાવધાની રાખવી પડશે.

આ રાશિના લોકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. આજે તમે કોઈ પર નિર્ણય સમજી વિચારીને લેશો તો એ તમારા માટે લાભદાયી સાબિત થશે. પરિવારના સભ્યો સાથે આજે તમે આનંદમાં સમય પસાર કરશો. કામની બાબતમાં આજે કોઈના પર પણ ભરોસો કરશો નહીં. આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળે તો તેને તરત જ આગળ ના વધારશો. આજે તમારો કોઈ મિત્ર તમારા માટે રોકાણની યોજના લાવી શકે છે. પિતાના તબિયત બગડી શકે છે અને એને કારણે તમે ચિંતિત રહેશો.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારા કામો કરીને નામ કમાવવાનો રહેશે. પરિવારમાં આજે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક બાબતોમાં આજે તમારા પક્ષમાં રહેશે. કોઈ પણ મહત્ત્વપૂર્ણ કામ પર આજે તમારે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો તમે લાંબા સમયથી કોઈ સમસ્યાને લઈને ચિંતિત હતા તો આજે તમારી એ ચિંતા પણ દૂર થઈ શકે છે. કામના સ્થળે સારું પ્રદર્શન કરશો. પ્રવાસ દરમિયાન કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે.

ધન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી સાબિત થશે. ભાઈ-બહેનો સાથે સંબંધોમાં નિકટતા વધશે અને ભાઈચારાની ભાવના જોવા મળશે તમારી અંદર. કામના સ્થળે આજે તમારી જવાબદારીઓ વધશે, પણ તમે એનાથી ડરવાને બદલે એનો સામનો કરશો. નવી મિલકત ખરીદતાં પહેલાં તેના દસ્તાવેજો ચકાસી લો, નહીંતર મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.

મકર રાશિના લોકો માટે આજનો દિવસ સમજણ અને જવાબદારીથી આગળ વધવાનો રહેશે. જીવનમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે નવા લોકોને મળવામાં સફળતા મળશે. વડીલો સાથે આદર અને સન્માન સાથે વર્તો. બાળકોને તમે આજે પરંપરા અને મૂલ્યોનું જ્ઞાન આપશો. આજે કોઈને વણમાગી સલાહ આપવાનું ટાળો, નહીંતર મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. સાસરિયાઓ સાથે સંબંધો સુધરશે. આજે કોઈ મહત્ત્વપૂર્ણ માહિતી તમને મળે તો તે કોઈની પણ સાથે શેર કરશો નહીં.

આ રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તમારી અંદર દરેકના કલ્યાણની ભાવના જોવા મળશે. કેટલીક મહત્ત્વપૂર્ણ ચર્ચાઓમાં ભાગ લેવાનો મોકો મળશે. વેપાર કરનારા લોકો આજે નવા સાધનો વસાવી શકે છે. કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ એકદમ અનુકૂળ છે. વાણી-વર્તનમાં નમ્રતા અને મીઠાશ જાળવી રાખવી પડશે, નહીંતર સમસ્યાઓ પેદા થશે. જીવનસાથી તરફથી આજે કોઈ ભેટ મળી શકે છે.

મીન રાશિના લોકોએ આજના દિવસ દરમિયાન કોઈ પણ જોખમી કાર્યો કરવાથી બચવું જોઈએ. આજે તમે તમારી તમામ જવાબદારીઓ સારી રીતેથી પૂરી કરી શકશો. દાન-ધર્મમાં આજે સમય પસાર કરશો. જો વધતાં જતા ખર્ચને કારણે પરેશાન હશો તો એ માટે યોજના બનાવીને આગળ વધવું તમારા માટે વધું ફાયદાકારક સાબિત થશે. આર્થિક બાબતોમાં આજે ખાસ સાવધાની રાખવી પડશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં જે સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ પણ ઉકેલાઈ શકે છે પણ એના માટે તેમણે શિક્ષક સાથે વાત કરવી પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button