ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (09-10-24): આ ત્રણ રાશિના જાતકોને આજે વેપારમાં થશે મનચાહ્યો નફો, જોઈ લો શું છે તમારી રાશિના હાલ…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમે એક સાથે જો અનેક કામ હાથમાં લેશો તો તમારી ચિંતા વધી શકે છે. સંતાનને કોઈ એવોર્ડ વગેરે મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે કોઈની પાસેથી પૈસા ઉધાર લેતાં પહેલાં તમારે કાળજીપૂર્વક વિચારવું જોઈએ, કારણ કે તમને તે પાછા આપવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. જો તમે કોઈ કામ ભાગ્ય પર છોડો છો તો તમને તેમાં સફળતા મળશે. તમે ક્યાંક પ્રવાસ પર જવાની તૈયારી કરી શકો છો. પારિવારિક સમસ્યા અંે માતા-પિતા આજે તમારી સાથે વાત કરશે.

આજનો દિવસ તમારા માટે વિચારપૂર્વક આગળ વધવાનો રહેશે. અજાણી વ્યક્તિ પર કાળજીપૂર્વક વિશ્વાસ કરો. જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હતી, તો તે પણ દૂર થતી જણાય છે. તમારું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળશે. તમારા બાળકને પ્રગતિ કરતા જોઈને તમે ખુશ થશો. તમારા વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી તમને ઘણી હદ સુધી રાહત મળશે. જો તમારો ભાઈ તમને તમારા કામ અંગે કોઈ સલાહ આપે છે, તો વ્યવસાયમાં તમારી કેટલીક મોટી સમસ્યાઓ હલ થઈ શકે છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટી સંબંધિત બાબતો માટે સારો રહેશે. વેપારમાં પણ આજે તમને સારો એવો નફો થઈ રહ્યો છે. આજે કોઈ નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે. તમારી માતા સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે. તમારો કોઈ શત્રુ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે. જો તમે કાર્યસ્થળ પર તમારા કામની યોજના બનાવો છો, તો તે તમારા માટે વધુ સારું રહેશે. આજે તમારા વિરોધીઓ તમને પરેશાન કરવાનો એક મોકો નહીં છોડે, પણ તમારે સાવધ રહેવું પડશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમે તમારા બિઝનેસને સુધારવા માટેના શક્ય એ તમામ પ્રયાસો કરશો. કોઈ વાતને કારણે આજે તમારું મન થોડું ચિંતિત રહેશે. વિદેશ જઈને ભણવા માંગતા વિદ્યાર્થીઓએ આજે તેમના પ્રયાસો ચાલુ રાખવા પડશે. જીવનસાથીને આજે પ્રમોશન મળી શકે છે. તમારા સાસરિયાઓમાંથી કોઈ તમારી સાથે સમાધાન કરવા આવી શકે છે, જેનાથી તમને નારાજ થવાની સંભાવના છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લાવનારો રહેશે. આજે તમે કોઈ સારા સમાચાર સાંભળો તો તરત જ તેને જાહેર કરવાનું ટાળો સમાજસેવા સાથે સંકળાયેલા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. કામના સ્થળે આજે તમને કોઈ મોટું પદ મળી શકે છે. તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો. તમારા કેટલાક કામ અધૂરા રહી શકે છે, જેના કારણે તમને પરેશાની થશે. વાણી અને વર્તન પર ખાસ નિયંત્રણ રાખવું પડશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના લક્ઝરી લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપવાનો રહેશે. આજે તમારે તમારા પૈસાનું આયોજન કરીને આગળ વધવું પડશે. પ્રગતિના માર્ગમાં આવી રહેલાં અવરોધો આજે દૂર થશે. વિદ્યાર્થીઓ અભ્યાસ અને લેખનમાં સારી પ્રાવીણ્ય પ્રાપ્ત કરી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. તમારે તમારા ખર્ચ પર ધ્યાન આપવું પડશે અને તમારા કોઈપણ પ્રોજેક્ટ જે લાંબા સમયથી પેન્ડિંગ હતા તે પૂરા થઈ શકે છે. વિદ્યાર્થીઓને માથે આજે કોઈ નવું કામ આવી પડશે, પણ ચિંતા કરવાની જરૂર નથી.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે તમે કોઈ પાસેથી પણ વાહન માંગીને ચલાવવાથી બચવાનો રહેશે. આજે તમારે તમારી ખાણીપીણી પર ખાસ ધ્યાન આપવું પડશે. તમારા કામમાં માતા-પિતા તમને પૂરો સાથ આપશે. તમારા સ્વાસ્થ્યને લઈને તમને થોડો તણાવ રહેશે. તમારા વિરોધીઓ તમને પરેશાન કરવાનો પૂરો પ્રયાસ કરશે. તમે તમારી આવક વધારવાનો પ્રયાસ કરશો, જેમાં તમને સફળતા મળવાની સંભાવના છે. નવું ઘર ખરીદવા માટે તમે લોન વગેરે પણ લઈ શકો છો.

આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારા મનમાં કોઈ વાતને લઈને શંકા થવાની સંભાવના છે. પરિવારનો કોઈ સભ્ય તમારી સાથે કોઈ મુદ્દે ઝઘડો કરી શકે છે. તમારે થોડું ધ્યાન રાખવું પડશે. નોકરી શોધી રહેલા લોકો થોડી સફળતા મેળવી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. આજે તમે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. વ્યવસાય કરતા લોકોએ તેમના કામમાં સાવચેત રહેવું જોઈએ.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સંપૂર્ણ ધ્યાન કામ પર જ કેન્દ્રિત કરવાનો રહેશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોએ પણ આજે તેમના વર્તન અને વાણીમાં નિયંત્રણ જાળવી રાખવું પડશે. કોઈની સાથે વાત કરતી વખતે વિચારશીલ રહો કારણ કે તે તમારી કેટલીક ખામીઓ જાહેર કરી શકે છે. જે લોકો પ્રેમ જીવન જીવી રહ્યા છે તેઓ તેમના જીવનસાથી સાથેના સંબંધોમાં પ્રગતિ કરશે, જેને પરિવારના સભ્ય તરફથી પણ મંજૂરી મળવાની સંભાવના છે. તમે ચેરિટી કાર્યમાં સક્રિયપણે ભાગ લેશો, જેનાથી તમારી વિશ્વસનીયતા અને સન્માનમાં વૃદ્ધિ થશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમારા કેટલાક મહત્ત્વના કામ પૂરા થશે. કોઈ કામમાં આળસ કરવાથી બચો, નહીં તો તેને કારણે મુશ્કેલીમાં પડી શકો છો અને એને કારણે તમારું કામ પણ અટકી પડશે. આજે કોઈ જગ્યાએ પ્રવાસ પર જઈ શકો છો. પિતા પાસેથી પ્રોપર્ટી સંબંધિત કોઈ મહત્ત્વની માહિતી સામે આવી શકે છે. આજે તમારે બિનજરૂરી ખર્ચમાં પડવાથી બચવાનો રહેશે. તમારે કોઈની સાથે બિનજરૂરી મુશ્કેલીમાં પડવાનું ટાળવું પડશે, કારણ કે તમારું ટેન્શન વધશે. તમને ભાગ્યનો પણ પૂરેપૂરો સાથ મળશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક અને લાભદાયી રહેશે. કાયદાકીય બાબતમાં આજે તમારી જિત થશે. શેરબજાર સાથે સંકળાયેલા લોકો પણ આજે સારો એવો નફો કમાવી શકશે. આજે તમે જીવનસાથીને કોઈ જગ્યાએ ખરીદી માટે લઈ જઈ શકો છો. પરિવારના દરેક સભ્યની લાગણીનું સન્માન કરવું પડશે. પરિક્ષા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો આજે એમાં પણ રાહત મળી રહે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવી રહ્યો છે. કામના સ્થળે તાણ અનુભવશો અને બોસ સાથે પણ મતભેદ થવાની શક્યતા છે. આજે તમારે કોઈપણ બાબતમાં બિનજરૂરી બોલવાથી બચવું પડશે, નહીં તો તેમાં પણ તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારા બાળકો તમારા શબ્દો પર ખરા ઉતરશે. આધ્યાત્મિક કાર્યમાં વ્યસ્ત રહેવાથી તમારું મન પ્રસન્ન રહેશે. જીવનસાથીથી કોઈ પણ વાત છુપાવવાનું ટાળો, નહીં તો એ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button