ટોપ ન્યૂઝનેશનલ

ભારતીય રેલ્વે માટે આજે મહત્વપૂર્ણ દિવસપીએમ મોદી 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે દેશની 9 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેનો દેશના અનેક રાજ્યો અને શહેરોને આવરી લેશે. આના દ્વારા ઘણા રૂટ પર મુસાફરો માટે સરળતા રહેશે. રવિવારે ભારતીય રેલવેના ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાશે. જ્યારે દેશને વધુ 9 સેમી હાઈસ્પીડ ટ્રેનના રૂપમાં ભેટ મળશે. હાલમાં દેશના વિવિધ ભાગોમાં 25 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડી રહી છે.

રાજસ્થાનની સાથે ગુજરાત, તેલંગાણા, ઓડિશા, કેરળ, પશ્ચિમ બંગાળના હાવડા અને તમિલનાડુના ચેન્નાઈને 2-2 ટ્રેનો મળશે. ભારતીય રેલ્વેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેટલીક પોસ્ટ દ્વારા કેટલીક ટ્રેનો વિશે માહિતી આપી છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ જે 9 રૂટને વંદે ભારત ટ્રેન મળવા જઇ રહી છે તેમાં રાંચી-હાવડા, પટના-હાવડા, વિજયવાડા-ચેન્નઈ, તિરુનેલવેલી-ચેન્નઈ, રાઉરકેલા-પુરી, ઉદયપુર-જયપુર, કાસરગોડ-તિરુવનંતપુરમ, જામનગર-અમદાવાદ અને હૈદરાબાદ-બેંગલુરુ રૂટનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે વંદે ભારત ટ્રેનને 100 ટકા ભારતીય ટેક્નોલોજી સાથે બનાવવામાં આવી છે, જેને શતાબ્દી, રાજધાની જેવી ટ્રેનોને બદલવા માટે તૈયાર કરવામાં આવી રહી છે. આ ટ્રેનનું નિર્માણ ચેન્નાઈની ઈન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરીમાં થઈ રહ્યું છે. વંદે ભારત ટ્રેન એ 100 ટકા ભારતીય ટેક્નોલોજીથી બનેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેન છે અને તે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button