
વર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યા બાદ લાખો ચાહકો નિરાશ થયા છે અને હજુ તેઓ આ નિરાશામાંથી બહાર નથી આવ્યા. . ટીમ ઈન્ડિયાની આ હાર બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું છે, કેટલાક લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક સાંત્વના આપી રહ્યા છે. ઘણા ખેલાડીઓની ટીકા કરે છે તો ઘણા તેમનો ફાઈનલ સુધી દેશને પહોંચાડવા બદલ આભાર માને છે.
શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ અને શાદી.કોમના સીઈઓ અનુપમ મિત્તલે પણ નિરાશ ચાહકોના મૂડને હળવો કરવા માટે એક ફની ટ્વીટ કરી છે. જોકે તેમની ટ્વીટમાં પોતાની ઓનલાઈન મેચમેકિંગ સાઈટ શાદી.કોમનું પ્રમોશન પણ થી ગયું હતું.

અનુપમ મિત્તલે સોશિયલ નેટવર્કિંગ સાઈટ X પર ટ્વિટ કરીને લખ્યું, ‘વર્લ્ડ કપની હારથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે. ભારતમાં મેચ ફિક્સિંગ ફક્ત @ShaadiDotCom પર જ થાય છે. અનુપમના આ ફની ટ્વીટથી ઈન્ટરનેટ યુઝર્સ ચોંકી ગયા હતા. જો કે, કેટલાક તેને વિચિત્ર પણ કહે છે. જ્યારે કેટલાકે તેની માર્કેટિંગ સ્કિલના વખાણ કર્યા હતા. એક યુઝરે લખ્યું, ‘શાદી.કોમ પર લાઈફ ટાઈમ મેચ ફિક્સ છે.’ તો એકએ લખ્યું હતું , ’24/7 ફિક્સિંગ.’
ભારતની હારના થોડા સમય બાદ, Shaadi.com એ પણ ભાગીદારીનું મહત્વ શીખવવા બદલ ટીમ ઈન્ડિયાનો આભાર વ્યક્ત કરતી ટ્વીટ શેર કરી. તેણે ટ્વીટ કર્યું, પ્રિય ટીમ ઈન્ડિયા, ભાગીદારી જ સર્વસ્વ છે તે અમને શિખવવા બદલ આભાર. ઉતાર-ચઢાવ આવશે, તમે હારી શકો છો, તેમ છતા દિવસ જીતી શકો છે.
તેમની ટ્વીટ ઘણાને ખૂબ ગમી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડી ફિલ્મસ્ટાર અને અન્ય ખેલાડીઓ ટીમ ઈન્ડિયાને સાંત્વના આપી રહી છે.