નેશનલ

બોલો કૂલી બનવા માટે આ કારમાં બેસીને તો સ્ટેશન પહોંચ્યા…

સોશિયલ મીડિયા પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનો કૂલીવાળા લૂકમાં ફોટો અને વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. પણ હવે એક ઈન્ટરેસ્ટિંગ વાત એ સામે આવી છે કે રાહુલ ગાંધી બુલેટ પ્રૂફ કારમાં બેસીને તો સ્ટેશન પર કૂલી તરીકે દુનિયાનો બોજ ઉપાડવા માટે પહોંચ્યા હતા.

હવે આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર લોકો એવી ચર્ચા પણ કરી રહ્યા છે કે જો કૂલીઓની સ્થિતિ આટલી સારી હોય તો કૂલી બનવું વધારે સારી વાત છે. દરમિયાન રાહુલ ગાંધીના કલેક્શનમાં રહેલી લક્ઝુરિયસ કારનું કલેક્શન વિશે પણ નેટિઝન્સ વાત કરી રહ્યા છે. આવો આપણે પણ જાણીએ કે આખરે રાહુલ ગાંધીના કાર કલેક્શનમાં કઈ કઈ કારનો સમાવેશ થાય છે-

રાહુલ ગાંધીના લક્ઝુરિયસ કાર કલેક્શનની વાત કરીએ તેમાં રાહુલની સૌથી મનપસંદ કાર છે લેન્ડ ક્રૂઝર એસયુવી છે અને આ કારનો ઉપયોગ તે અવારનવાર કરતાં જોવા મળતા હોય છે. આ લક્ઝરી કારમાં પાવરફૂલ એન્જિન લગાવવામાં આવ્યું છે અને લોન્ગ જર્ની માટે આ કાર એકદમ કમ્ફર્ટેબલ છે.

લેન્ડ ક્રૂઝર એસયુવીથી આગળ વધીએ અને ગાંધી પરિવારના નબીરાના કલેક્શનમાં રહેલી બીજી કાર વિશે વાત કરીએ. આ કાર છે લેક્સાસ એલએક્સ. આ બીજી લક્ઝરી એસયુવી છે કે જેને કલેક્શનમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ કારની કેબિન ખૂબ જ આરામદાયક છે અને હાઈટેક ફિચર્સથી સજ્જ છે.

કલેક્શનમાં રહેલી ત્રીજી કાર છે ટાટા સફારી. રાહુલ ગાંધીના કાર કલેક્શનમાં અપર મિડલ ક્લાસની ટાટા સફારી કારનો પણ સમાવેશ થાય છે, જે એક દેસી પ્રોડક્ટ છે. આ એક ફૂલ પૈસા વસૂલ એસયુવી છે, જે સિટીના રસ્તા પર સારું પર્ફોર્મન્સ તો આપે જ છે, પણ એની સાથે સાથે ઓફરોડિંગ પણ કરી શકે છે.

લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ કે ગાંધી પરિવારના આ કાનકુંવરને ફોર વ્હીલરની સાથે સાથે ટુ-વ્હીલરનો પણ ગજબનો શોખ છે અને રાહુલ પાસે કારની સાથે સાથે કેટીએમ 390 ડ્યૂક કાર પણ છે પરંતુ હવે કોઈ ચોક્કસ કારણસર તે આ બાઈક નથી ચલાવતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત